સંજેલીમાં ક્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કરિયાણાની દુકાનમાં દરોડા
પ્રતિનિધિ સંજેલી 6 3 ફારૂક પટેલ હોળીના તહેવારને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સંજેલી ખાતે એક માસમાં જ બીજી વખત દરોડા પાડતા વગર લાઈસન્સે ચાલતી દુકાનદારો તેમજ ડુપ્લિકેટ ચીજ વસ્તુ વેચતા દુકાનદારોમાં ફફડાટ
હોળીધુળેટી તહેવારના ગણત્રી દિવસો બાકી છે ત્યારે પતાશા ખજુર વગેરે વસ્તુઓ ચીજ વસ્તુઓ બગડેલી તેમજ સડેલી દુકાનદારો વેચી લોકોના આરોગ્ય સાથે ચેડા ન કરે તેને ધ્યાને લઇને દાહોદ ફ્રૂટ એન્ડ ડ્રગ્સ વિભાગના ઈન્સ્પેક્ટર જી સી તડવી અને તેમની ટીમ દ્વારા સંજેલી તાલુકામાં એક જ મહિનામાં બીજી વખત કરિયાણાની દુકાન પર દરોડા પાડવામાં આવ્યા હતા જ્યારે જાણ થતાં જ કેટલાક દુકાનદારો પોતાના દુકાનોના શટરો પાડી રવાના થઇ ગયા હતા કરિયાણાની દુકાનોનું ચેકીંગ હાથ ધરતા સંજેલી ઝાલોદ રોડ પર આવેલી પ્રકાશ ધેવર હરીશ સિંધી સંતરામપુર રોડ પર આવેલી મુકેશ સિંધી ની દુકાનોમાંથી સેમ્પલો લેવામાં આવ્યા હતા તેમજ વિવિધ દુકાનોની મુલાકાત લઇ એક્સાઇડેટ થયેલા ઠંડા પીણાના નાશ કરવામાં આવ્યો હતો સાથે સાથે લાયસન્સ વગર ધમધમી રહેલા દુકાનદારોને ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ગાઇડલાઇન મુજબ લાઇસન્સ મેળવી લેવા માટે જાણ કરવામાં આવી હતી વહેલી તકે જો લાયસન્સ મેળવવામાં નહીં આવે તો નોટિસ ફટકારી કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ સૂચના આપવામાં આવી હતી