સંજેલીમાં ખાનગી કોમ્પ્યુટર ક્લાસીસ ધમધમતો હોવાને લઈને સોશિયલ મીડિયામાં વિડિઓ વાયરલ

કોમ્પ્યુટર ક્લાસમાં માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ વગર ધમધમતો હોવાનો દાવો કરવામાં આવ્યો
દેશ તેમજ જિલ્લામાં વધતા જતા કોરોના મહામારી સંક્રમણને અટકાવવાના પ્રયાસ રૂપે દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જિલ્લામાં ખાનગી શાળાઓ તેમજ કોચિંગ ક્લાસ પ્રાઈવેટ ટ્યુશન ક્લાસ બંધ રાખવા અપીલ કરી છે.છતાં પણ સંજેલી ખાતે ખાનગી કોમ્પ્યુટર ક્લાસીસના સંચાલક દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરી નિયમોને નેવે મૂકી જય અંબે કમ્પ્યુટર ક્લાસ સેન્ટરમાં નિયમોનું ઉલ્લંઘન કરી.બાળકોને શિક્ષણ આપવામાં આવે છે.
છતાં પણ સંજેલી તાલુકાની સરકારી તંત્ર આંખ આડે કાન કરી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. ક્લાસમાં બાળકો સોશિયલ ડિસ્ટન્સ વગર તેમજ માર્ક્સ વગર પણ જોવાઈ રહ્યાં છે.કોરોના મહામારી માં સરકારની નીતિ નિયમોનું ઉલ્લંઘન કરી પોતાની નામના અને રૂપિયાની લાલચે બાળકોના જીવન જોખમમાં કોમ્પ્યુટર ક્લાસ ચલાવવામાં આવે છે.બરબજારમાં ખુલ્લેઆમ આવા ટ્યુશન ક્લાસીસ ચલાવવામાં આવી રહ્યા છે. છતાં પણ તંત્રને જોવા મળતું નથી તંત્ર ઉંઘતું હોવાથી આ મેસેજને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે તેઓ પણ એક જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયામાં વીડિયો સાથે વાયરલ કરવામાં આવ્યું છે.