સંજેલીમાં ગટરના પાણી રોડ પર વહેવા લાગતા રોગચાળાનો ભય
આંગણવાડીના બાળકો અને ગ્રામજનો ગંદા પાણીમાં પગ મૂકી પસાર થવા મજબૂર : લોકોની સમસ્યા જવાબદારોને નહીં દેખાતા જનાક્રોશ
સંજેલી:સંજેલી તાલુકા મથકનું ગામ હોવા છતાં પણ ગામના લોકો અનેક પાયાની સુવિધાથી પીડાઇ રહ્યા છે ગટરનું ગંદુ પાણી રોડ પર વહેવા લાગ્યું જાહેર શૌચાલયનો સ્ટ્રીટ લાઇટ નો અભાવ ઉભરાતા ગટરના પાણીથી આંગણવાડી પ્રાથમિક શાળાના નાના ભૂલકાઓ તેમજ માંડલી ચોકડીના વેપારીઓ અને સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે જાણે સંજેલીના વહીવટી તંત્ર પાંગળું બની ગયું હોય તેમ સ્વચ્છતા અભિયાનના ધજિયા ઉડી રહ્યા છે વેપારીઓ અને ગ્રામજનોની છેલ્લા બે વર્ષથી અનેક વખત રજુઆત આવેદનપત્ર આપ્યા છતાં જવાબદાર સત્તાધીશોનું પેટનું પાણી પણ હલતું નથી
સંજેલી તાલુકા મથક હોવા છતાં પણ તાલુકાની પ્રજાને જાહેર શૌચાલય સ્ટ્રીટ લાઇટ ગટરની સુવિધા સહિતની સમસ્યાઓથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે છેલ્લા બે વર્ષથી યોજાતી દરેક ગ્રામસભામાં રજૂઆતો કરવામાં આવે છે ગટરના ગંદા પાણી રોડ પર વહેતા આંગણવાડી અને પ્રાથમિક શાળાના બાળકો ગંદા પાણીના કારણે દુર્ગંધ ફેલાય છે અને ઠેર ઠેર મચ્છરોનો ઉદભવ જોવા મળી રહ્યો છે વહીવટી તંત્ર દ્વારા ઠેર ઠેર રેલીઓ યોજી મોટા હોર્ડિંગ લગાવી સ્વચ્છતા સ્વચ્છ ભારત અભિયાન ના શપથ લેવડાવવામાં આવી રહ્યા છે ત્યારે સંજેલી પંચાયતના જો અને તો સ્વચ્છતા અભિયાનના ખુલ્લેઆમ ધજાગરા ઉડી રહ્યા છે
તાલુકાના અધિકારીઓ પણ આ બાબતે મૌન સેવી રહ્યા છે ત્યારે સંજેલી પંચાયતનું વહીવટી તંત્ર જાણે પાંગળું બની ગયું હોય તેમ નગરમાં નગર ગટરોના પાણી મુખ્ય રોડ પર વહેવા લાગ્યા છે એક પણ જાહેર શૌચાલય નથી મોટાભાગના સ્ટ્રીટ લાઇટો બંધ જોવા મળે છે મુખ્ય રોડ પર ગટરો ખુલ્લી રહેતા અકસ્માતનો ભય સેવાઇ રહ્યો છે અનેક વખત લેખિત મૌખિક રજૂઆતો છતાં પણ સંજેલી વહીવટી તંત્ર કાયમી નિકાલ લાવવામાં નિષ્ફળ નીવડી છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરે તેવી સંજેલી તાલુકાની જનતાની માંગ છે
છેલ્લા બે વર્ષથી સંજેલી ખાતે યોજાતી દરેક ગ્રામસભામાં ગ્રામજનો દ્વારા જાહેર શૌચાલય તેમજ ગટરના પાણીનો યોગ્ય નિકાલ માટે રજૂઆત કરવામાં આવે છે છતાં પણ કોઇ નિકાલ ન થતાં ગટરના ગંદા પાણી પાણી આંગણવાડીમાં અને પ્રાથમિક શાળામાં ઘુસ્તા બાળકોને મચ્છરજન્ય રોગોની દહેશતને કારણે આંગણવાડીમાં બાળકોને મોકલવામાં પણ આવતા નથી ગંદા પાણીને લઇ બાળકો દ્વારા પણ પંચાયતને રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
બોક્સ સંજેલી ખાતે છેલ્લા એક વર્ષથી જાહેર શૌચાલયનું કામ ગોકળગતિએ ચાલતું હોવાથી ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકોને ખુલ્લામાં શૌચક્રિયા કરવા મજબૂર બની છે મોટાભાગના વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ બંધ હોવાને કારણે ચોરોને ખુલ્લો દોર મળી ગયો છે