સંજેલીમાં ટીડીએસના વિરોધને લઇ અનાજ માર્કેટ બે દિવસ બંધ
(પ્રતિનિધિ) સંજેલી, સરકારે એક કરોડના રોકડ વ્યવહાર પર બે ટકા ટીડીએસ લગાડતા તેનો વિરોધ કરી સંજેલી મથકે આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વેપારી એસોસિએશનના દ્વારા સોમ અને મંગળ બે દિવસ માર્કેટ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે અને ત્યારબાદ ચેકથી વ્યવહાર કરવામાં આવશે.
સરકાર દ્વારા ૧ લી સપ્ટેમ્બર થી એક કરોડના રોકડ વ્યવહાર ઉપર બે ટકા ટીડીએસ કાયદો અમલમાં આવતા જ સંજેલી વેપારી એસોસિએશન દ્વારા તેનો વિરોધ કરી સોમ અને મંગળ બે દિવસ અનાજ માર્કેટ બંધ રાખવા નિર્ણય લીધો છે દરરોજના લગભગ અઠ્ઠાવીસ હજાર રૂપિયા જેવા રોકડા થાય છે એક વર્ષમાં એક કરોડ રૂપિયા થાય છે જેમાં મજૂરી પણ નિકળતી નથી ત્યારે મોટા જથ્થાબંધ વેપારીઓ દ્વારા રિટેલ વેપારીઓ ખેડૂતોઅને ગ્રાહકોને રોકડ રકમ ક્યાંથી લાવીને આપવી જો આ સરકાર નિર્ણય પાછો ન લેતો બે ટકા ટીડીએસ વધતાં જ મોટા વેપારીઓ ચેક દ્વારા જ વહીવટ કરવામાં આવશે જેના અનુસંધાને લઇ સંજેલી એપીએમસીની વીસથી પચ્ચીસ જેટલી તમામ દુકાનો શો મને મંગળ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે અને આજે સદંતર તમામ વેપારીઓએ દુકાનો બંધ રાખતા મજૂરી કરી ઘર સંસાર ચલાવતા મજુરો તેમજ ગ્રાહકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.*