સંજેલીમાં દર શુક્રવારે ભરાતા હાટબજારમાં વરસાદી પાણી ભરાતા ધંધાદારીઓ નારાજ
(પ્રતિનિધિ) સંજેલી, સંજેલી તાલુકા મથકે વર્ષોથી દર શુક્રવારે હાટ બજાર ભરાય છે જેમાં ફળફળાદી શાકભાજી કાપડ વાસણ મરચા મસાલા જેવા દરેક જાતના વેપારીઓ ધંધા રોજગાર માટે ઉમટી પડે છે સંજેલી ગામ સહિત ગામડાના ગ્રાહકો પણ આ હાટ મા સસ્તું મળતું હોવાથી અઠવાડિયાની ખરીદી કરી લેતા હોય છે વેપારીઓ માટે શેડ બનાવવામાં આવે તેવી વેપારીઓની માંગ છે સંજેલી તાલુકા મથકે રાજમહેલ રોડ ઉપર પંચાયત ઘર આગળ જ વર્ષોથી દર શુક્રવારે હાટ ભરાય છે જેમાં વિવિધ પ્રકારના મરચા મસાલા વાસણ કાપડ ફળફળાદી અને શાકભાજી સહિત નાના મોટા વેપારીઓ ધંધા રોજગાર માટે આવતા હોય છે ત્યારે પંચાયત દ્વારા આ ખુલ્લા મેદાનમાં શેડની વ્યવસ્થા કરવામાં આવતી નથી અને માત્ર હાટ ફિ ઉગારવામાં રસ હોય તેવું લાગી રહ્યું છે જેના કારણે હાલ ચોમાસામાં ઠેર ઠેર ખુલ્લા મેદાન મા પાણિ ભરાઇ જતાં વેપારીઓને બેસવા માટે તકલીફ પડી રહી છે ખુલ્લા મેદાનો લાભ લઈ કેટલાય માથાભારે ટ્રાન્સપોર્ટરો દ્વારા મેદાનમાં રેતીના ઢગલા કરી દેતાં વેપારીઓને બેસવાની પણ તકલીફ પડી રહી છે જ્યારે પંચાયતમાં આગળ જ આવા મોટા ઢગલા કરી દેવામાં આવી રહિયા છે છતાં પણ પંચાયત તંત્ર દ્વારા કોઈ પણ જાતના પગલાં લેવામાં આવતા નથી ત્યારે ખાણ ખનિજ વિભાગ દ્વારા સંજેલી ખાતે ઓચિંતી ઢગલાની રેડ પાડવામાં આવે તે જરૂરી છે તેમજ પંચાયતી તંત્ર દ્વારા વેપારીઓ માટે શેડ બનાવવામાં આવે અને બે રોકટોક રેતીના ઢગલા ત્યાંથી હટાવવામાં આવે તેવિ વેપારીઓની માંગ છે. સંજેલી ખાતે પંચાયતની આગળ જ વર્ષોથી દર શુક્રવાર હાટ ભરાય છે પરંતુ દરેક વેપારીઓ પાસેથી હાર્ટ ફિ લેવામાં આવે છે પરંતુ હજી સુધી શેડ બનવવામાં આવતી નથી ખુલ્લા મેદાનમાં ટ્રાન્સપોર્ટરો દ્વારા રેતીના ઢગલાઓ પણ કરિ દેવામા આવે છે જેના કારણે વેપારીઓને બેસવામાં પણ અગવડતા પડી રહી છે.*