Western Times News

Gujarati News

સંજેલીમાં નાગરિક સંશોધન કાયદાના સમર્થનમાં જનસંપર્ક અભિયાન 

માંડલી ચમારિયા સંજેલીમાં ધારાસભ્ય શૈલેષ ભાભોરની આગેવાનીમાં 

સંજેલી: સંજેલી તાલુકામાં નાગરિકતા સંશોધન કાયદા અભિયાનમાં bjp ધારાસભ્ય  કાર્યકર્તાની આગેવાનો ની ઉપસ્થિતિમાં  માંડલી ચમારિયા સંજેલીમાં જનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યો

નાગરિકતા સંશોધન અધિનિયમ 2019 ની જરૂરીયાત જ ન પડતી જો દેશનું ધાર્મિક આધાર પર વિભાજન ન થયું હોત કોંગ્રેસની નીતિઓના કારણે જ દેશનું ધર્મના આધાર પર વિભાજન થયું નેહરુ અને લિયાકત સમજૂતી અનુસાર બંને દેશો પોત પોતાના દેશમાં રહેતા લઘુમતી સમાજના લોકોના હિતોની રક્ષા કરશે અને તેઓને પોતાના ધર્મને સન્માન અને રક્ષા કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા અાપશે

પરંતુ પાકિસ્તાન આ સમજું તે સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે 1947 માં પાકિસ્તાનમાં લઘુમતીના સંખ્યા 23 ટકા હતી તે વર્ષે 2011 મા  ફક્ત 3.7 ટકા રહી છે એટલા માટે પાકિસ્તાન અફઘાનિસ્તાને બાંગ્લાદેશમાં ધાર્મિક રૂપે અત્યાચારનો ભોગ બનેલા લઘુમતી સમુદાયના હિતોની રક્ષા માટે નાગરિકતા અધિનીયમ 2019 લાવવામાં આવ્યો છે

જેને લઇ નાગરિક સંશોધન કાયદા સમર્થન મા લીમખેડા ભાજપાના ધારાસભ્ય શૈલેષ ભાભોર જિ.મહામંત્રી નરેન્દ્ર સોની માત્ર રાત્રે પાર્ટી પ્રમુખ જશુભાઇ બામણીયા મહામંત્રી રમેશ તાવિયાડ રૂપસિંગ ભાઇ રાઠોડજિલ્લા સભ્ય શરદ બામણીયા  સરપંચ મહેન્દ્રભાઇ પલાશ પ્રફુલ રાઠોડ  કાળુભાઇ સંગાડા માનસિંગ ગુરુજી જગદીશ પરમાર રાજેશ ડામોર  બંટા બાપુ જગ્ગુ બાપુ હારૂન જર્મન ભાજપના મહામંત્રી કાર્યકરો આગેવાનો ની ઉપસ્થિતિમાં સંજેલી આદિવાસી ના મસીહા ગુરૂ ગોવિંદની પ્રતિમા પાસે એકઠા થઈ જનસંપર્ક યાત્રા શરૂ કરવામાં આવી હતી.

નાગરિકતા સંશોધન કાયદા થી હિન્દુ કે મુસ્લિમ કોઈ પણ લોકોએ ગભરાવવાની જરૂર નથી અમુક લોકો આ કાયદાને લઇને ખોટો ભ્રમ ફેલાવી રહ્યા છે જેને લઇ આ કાયદાની પૂરેપૂરી સમજણને લઇ ભાજપ દ્વારા ગામે ગામ જનસંપર્ક અભિયાનમાં ઘરે ઘરે દુકાને દુકાને જઇ નાગરિકતા સંશોધન અંગે લોકોને સમજણ પૂરી પાડવામાં આવી રહી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.