સંજેલીમાં બહુજન ક્રાંતિ મોરચાના બંધના એલાનના સમર્થનમાં જોડાઇ ધંધા રોજગાર બંધ રાખ્યા

સ્વૈચ્છિક અને શાંતિપૂર્વક બંધ રાખી લોકશાહીના સંવિધાનની સુરક્ષામાં યોગદાન આપ્યું : CAA.NRC ગેર બંધારણીય કાળા કાયદાના વિરોધમાં સંજેલી સજ્જડ બંધ
સંજેલી: CAA.NRCજેવા ગેરબંધારણીય કાળા કાયદાના વિરોધમાં 29 મી ને બુધવારના રોજ બહુજન ક્રાંતિ મોર્ચા દ્વારા બંધના એલાનને સંજેલીના મુસ્લિમ આદિવાસી પરિવાર અને વહોરા સમુદાય લોકોએ સમર્થન આપી સ્વૈચ્છિક રીતે ધંધા રોજગાર બંધ રાખ્યા હતા જેથી સંજેલીમાં મુસ્લિમ અને વહોરા સમુદાયની દુકાનો સજ્જડ બંધ જોવા મળી હતી
CAA.NRC જેવા ગેરબંધારણીય કાળા કાયદાના વિરોધમાં બહુજન ક્રાંતિ મોર્ચા દ્વારા 29 જાન્યુઆરી બુધવારના રોજ ભારત બંધનું એલાન કરતાં સંજેલી તાલુકાના મુસ્લિમ સમાજ અને વ્હોરા સમાજ તેમજ આદિવાસી પરિવાર દ્વારા બંધને સમર્થન આપી દુકાનો હોટલો ગલ્લાઓ હાથલારીઓ સહિતના નાના મોટા ધંધાઓ રોજગાર બંધ રાખ્યા હતા. જેને લઇ મોટા ભાગના બાળકો અે પણ શાળામાં રજા રાખી હતી સવારથી લઇ સાંજ સુધી તમામ દુકાનો બંધ જોવા મળી હતી સ્વૈચ્છિક અને શાંતિપૂર્વક બંધમાં જોડાઇ લોકશાહી અને સંવિધાનની સુરક્ષા માટે યોગદાન આપ્યું હતું.