સંજેલીમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરાયા

પ્રતિનિધિ સંજેલી 7 3 ફારૂક પટેલ: સંજેલીમાં ધોરણ 10 અને 12 ની બોર્ડના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક તેમજ મોં મીઠા કરાવી ધોરણ દસ ની ગુરુવાર અને ધોરણ બાર ની શનિવારથી પરીક્ષાનો પ્રારંભ થયો હતો વિદ્યાર્થીઓએ સીસીટીવી કેમેરાની બાજ નજર હેઠણ ફ્લાઇંગ સ્કવોડ અને નોડલ ઓફિસર એસ જે ભરવાડ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પરીક્ષાર્થીઓએ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી હતી સમગ્ર પરીક્ષા દરમિયાન કોઈ પણ કોપી કેસ નોંધાયો ન હતો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક દ્વારા લેવાતી બોર્ડની પરીક્ષામાં ધોરણ 10 અને 12 ની બોર્ડના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી ધોરણ દસ ની ગુરુવાર અને ધોરણ બાર ની શનિવારથી પરીક્ષાનો પ્રારંભ થયો હતો સંજેલી ડો શિલ્પન આર જોશી હાઇસ્કૂલ કિરણવિદ્યાલય અભિનંદન માધ્યમિક શાળા તેમજ કન્યા વિદ્યાલય મા ધોરણ દસ અને બારની પરીક્ષા ની 2871 જેટલા વિદ્યાર્થીઓની 9 બિલ્ડિંગમાં મળી 88 બ્લોકમાં બોર્ડ દ્વારા બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે શનિવારના રોજ ડો શિલ્પન જોષી ધોરણ દસ મા 329હાજર 12 ગેરહાજર ધોરણ બારમાં 324 હાજર 7 ગેરહાજર શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે ફ્લાઈંગ સ્ક્વોડ અને નોડલ ઓફિસર એસ જે ભરવાડ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું દ્યાર્થીઓએ પ્રવેશ દરમિયાન જ શિક્ષક સ્ટાફ દ્વારા ચેકિંગ હાથ ધરી પ્રવેશ આપવામાં આવે છે સીસીટીવી કેમેરાની બાજ નજર હેઠણ વિદ્યાર્થીઓ રૂમમાં બેસી પરીક્ષા આપે છે પરીક્ષા કેન્દ્રના જાહેરનામાનો ભંગ ના થાય તેને ધ્યાને લઇ પીએસઆઇ ડી જે પટેલ ના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી હતી સમગ્ર પરીક્ષા દરમિયાન કોઈ પણ કોપી કેસ નોંધાયો ન હતો