સંજેલી આદિવાસી સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું
(તસ્વીરઃ- ફારુક પટેલ ) (પ્રતિનિધિ) સંજેલી,
મુંબઈની પ્રખ્યાત નાયર હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતી ડોક્ટર પાયલ તડવીને સિનિયર ડોક્ટરો દ્વારા જાતિ વિરુદ્ધ અપશબ્દનો પ્રયોગ કરી રેગિંગ થી કંટાળેલીને આત્મહત્યા કરી લેતા તેને યોગ્ય ન્યાય મળે તે માટે સંજેલી મામલતદાર ખાતે બે મિનિટનું મૌન પાળી અનુસૂચિત જન જાતિ આયોગ દિલ્હીને સંબોધીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આદિવાસી સમાજના આગેવાનો ગામના તબીબ દ્વારા મળી મુંબઈ ખાતે આવેલી નાયર હોસ્પિટલમાં એસટી કેટેગરી ડો પાયલ તડવી ફરજ બજાવતી હતી તે દરમિયાન સિનિયર તબિબ દ્વારા જાતિ શબ્દોનો પ્રયોગ રેગિંગની કંટાળેલી ડો પાયલ આત્મહત્યા કરી હતી. ડોક્ટર પાયલ તડવીએ આત્મહત્યા કરતા દેશભરમાં ફિટકાર વરસી હતી ત્યારે તેને ન્યાય અપાવવા માટે દરેક સંસ્થાના લોકો માણસો દ્વારા એક પહેલ કરવામાં આવી હતી સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરીને પાયલ તડવીના ન્યાય માટે મેદાનમાં ઉતર્યા હતા સંજેલી ખાતે આદિવાસી સમાજ તેમજ તબીબો દ્વારા ભેગા મળિ બે મિનિટનું મૌન પાળી રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ દિલ્હી સંબોધીનેઆવેદનપત્ર આપી ન્યાય માટે અપીલ કરવામાં આવી હતી.
ડોક્ટર પાયલ તડવીને જાતિ વિરુદ્ધ અપમાનજનક શબ્દ આપી રેગિંગ કરી સાથે મળી કરતા કંટાળેલી ડોક્ટર પાયલ તડવીને હત્યા કે આત્મહત્યાની તપાસ કરી બે બાંકડા ભલે બનેલા તબીબને સખ્તમાં સખ્ત સજા કરવામાં આવે તેવી માંગ સાથે ૪ને મંગળવારના રોજ સંજેલી મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી આવેદનપત્ર આપી આપવામાં આવ્યું હતું અને ગુજરાતભરમાં ચાલતી કોલેજો અને હોસ્પિટલોમાં એસટી એસસી અને ઓબીસી ઓ ને હેરાન પરેશાન કરવામાં આવે છે જેની પણ રજૂઆત કરવામાં આવી હતી હવે પછી જો આવું બનાવો બનશે તો દેશ લેવલનું આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.*