સંજેલી કન્યા વિદ્યાલયમાં ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થીનીને ચક્કર આવતા 108 બોલાવી પડી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/07/advt-western-times-news.jpg)
108 પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સામૂહિક આ.કેન્દ્રમાં ખસેડાઇ . પ્રતિનિધિ સંજેલી 16 3 ફારુક પટેલ.
સંજેલી ખાતે આવેલી કન્યા વિદ્યાલયમાં ધો.10 મા ઇંગ્લિશના પેપર દરમિયાન ચાલુ પરીક્ષાએ જ વર્ગખંડમાં વિદ્યાર્થીનીને ચક્કર આવતા 108 બોલાવી પડી.108 એમ્બ્યુલન્સ આવતાં જ પરીક્ષાર્થીઓ તેમજ વાલીઓમાં ગભરાહટ ફેલાઇ ગયો હતો .
સંજેલી ખાતે આવેલી કન્યા વિદ્યાલયમાં સોમવારના રોજ ધોરણ 10 મા ઈંગ્લીશના પેપરમાં બ્લોક નંબર 27 પેપર શરૂ થતાં 90 મિનિટ જેટલા સમયમાં જ ચાલુ પરીક્ષાએ અચાનક ઇટાડીગામની દુધેશ્વરી બેન દિલીપભાઇ નિનામા ને અચાનક ચક્કર આવતા 108 એમ્બ્યુલન્સ ને મદદ માટે બોલાવી પડી હતી .વિદ્યાર્થિનીનો પરીક્ષાનો સમય ના બગડે તેને ધ્યાને લઇ rbsk ના તબીબે 108 મા જ વિદ્યાર્થિનીને પ્રાથમિક સારવાર આપી હતી તબિયતમાં સુધારો ન થતાં વધુ સારવાર માટે સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી વિદ્યાર્થિનીના વાલીને જાણ થતાં આરોગ્ય કેન્દ્રમાં ધસી આવ્યા હતા જ્યાં તેને સારવાર આપ્યા બાદ તબિયત સારી લાગતાં ફરી વાલી દ્વારા પરીક્ષા કેન્દ્રમાં મોકલી આપી હતી .