સંજેલી કોટાગામે ખેડૂતના ઘરમાંથી કોબ્રા નાગ ઝડપાયો
પ્રતિનિધિ સંજેલી ફારૂક પટેલ:સંજેલી તાલુકાના કોટાગામે રામદેવ ફળિયામાં પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્દ્ર નજીક દિનેશ બારીયાના મકાનમાં કોબ્રા નાગ હોવાનું જણાતા વન વિભાગને જાણ કરતા સંજેલીની સેવા આપતી રેસ્ક્યુ ટીમ ઝુલ્ફીકાર ઉર્ફે બાબા મિર્ઝા આદિલ નાગુજી વનકર્મી દ્વારા કોબ્રા નાગ ને ઝડપી પાડી નેનકી ના ગીચ જંગલમાં છોડી મુકવામાં આવ્યો હતો
સંજેલી તાલુકાના કોટા ગામે રામદેવ ફળીયામાં પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્દ્ર નજીક બુધવારના રોજ દિનેશ દોલા બારીયાને પોતાના ઘરમાં ઝેરી કોબ્રા નાગ ફરતો હોવાનું જણાતાં ગભરાયેલા ખેડૂતે આસપાસના લોકોને જાણ કરતાં ટોળું ભેગું થયું હતું અને વન વિભાગને જાણ કરી હતી તેના રેન્જ ફોરેસ્ટ અધિકારી રાકેશ જે વણકર રાઉન્ડ ફોરેસ્ટ એસ એસ સથવારા બીટ જમાદાર એન વી કલાસવા અને સંજેલી ગામની સેવા આપતી રેસ્ક્યુ ટીમ ઝુલ્ફીકાર ઉર્ફે બાબા મિર્ઝા અને આદિલ નાગુજી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી કોબ્રા નાગને ઝડપી પાડ્યો હતો
ગામના લોકો જોવા માટે એકઠા થયા હતા ફોરેસ્ટરે અલગ અલગ પ્રજાતિના સાપ વિશે લોકોને સમજ આપી માહિતગાર કર્યા હતા જો આવા સાપ જોવા મળે તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા માટે સૂચના આપી હતી સંજેલી વન વિભાગે લાવતા આસપાસના લોકો મોટી સંખ્યામાં જોવા માટે ઉમટી પડ્યા હતા ટીમ દ્વારા ઝડપાયેલા ઝેરી નાગને સંજેલીના સૌથી મોટા નેનકી પાઠ ફળિયામાં આવે ગીચ જંગલમાં છોડી મુકવામાં આવ્યો હતો કોટા રામદેવ ફળિયામાંથી અગાઉ પણ બે કોબ્રા નાગ રેસ્ક્યુ ટીમ દ્વારા પકડવામાં આવ્યો હતો અને તેને સલામત સ્થળે જંગલમાં છોડી મુકવામાં આવ્યો હતો