સંજેલી કોટા મંદિરમાંથી ગોવિંદ ગુરુ મહારાજની મૂર્તિની ચોરી
સંજેલી: સંજેલી તાલુકાના કોટા મુકામે આવેલા તળાવ ફળિયામાં વર્ષો પુરાણા ધોણી મંદિરમાં આદિવાસી સમાજના સુધારક ભક્તિ આંદોલનના પ્રેરકબળ સંપસભાના પ્રણેતા અને ભગવાન સ્વરૂપ એવા પૂજ્ય ગોવિંદ ગુરુ મહારાજના હસ્તે કોટા સમુદ્રસાગર પર ધોની મંદિરમાં ગોવિંદ ગુરુ મહારાજની મૂર્તિ 20 વર્ષ પહેલાં સ્થાપના કરવામાં આવી હતી આ મૂર્તિની અચાનક ચોરી થતાં આખા પંથકમાં હાહાકાર મચી ગયો હતો આવા અસામાજિક તત્વો મનાતી સામે કાયદેસરની કાર્યવાહી કરવા લેખિત ફરિયાદ કરવામાં આવી છે
પ્રાપ્ત માહિતી અનુસાર કોટા ગામે સમુદ્ર સાગર કિનારે આદિવાસી સમાજના સુધારક ભક્તિ આંદોલનના પ્રેરકબળ સપસભાના પ્રણેતા અને ભગવાન સ્વરૂપ પૂ ગોવિંદ ગુરુ મહારાજના હસ્તે ધોણી કોટા મંદિર પર વીસ વર્ષ અગાઉ વડવાઓદ્વારા ગોવિંદ ગુરુ મહારાજની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી આદિવાસી સમાજના શ્રદ્ધા અને ભક્તિ મુજબ સમાજ દ્વારા પૂજા અર્ચના ભજન કિર્તન વર્ષોથી સમાજ દ્વારા કરવામાં આવતું હતું ત્યારે અચાનક 24 મી મંગળવારના રોજ રાત્રીના કોઈ અસામાજિક તત્વોએ મૂર્તિની ચોરી કરી આદિવાસી સમાજને પ્રાણ ધાતક સેકન્ડ ઠેસ પહોંચાડી સમાજને તોડવાની કોશિશ કરનાર ગુનેગારને પકડી કાયદેસરની કાર્યવાહી કરવા સમજતા આદિવાસી સમાજ વતી આદિવાસી પરિવાર કાયદાકીય રીતે કડકમાં કડક સજા કરવાની માંગ કરવામાં આવી છે અન્યથા તેમ થશે નહીં તો અમો સમાજની ભાવના શ્રદ્ધા આસ્થા અને રોકી શકીશું નહીં તે અંગેની સર્જરી જવાબદારી પોલીસના શીરે રહેશે તેવી પણ લેખિત રજૂઆત કરવામાં આવી છે