સંજેલી ખાતે આવેલી સંસ્કાર વિદ્યાલયમાં ધોરણ દસ ની વિદ્યાર્થીની પરીક્ષાથી વંચિત રહેવાની શક્યતા
ગેરકાયદેસર ફી વસૂલી બે વિષયની રીસીપ અપાતા વિધવા બાઇની દીકરીને કારકિર્દી સાથે ચેડાં
પ્રતિનિધિ સંજેલી ફારુક પટેલ : સંજેલી ખાતે આવેલી સંસ્કાર વિદ્યાલયના સંચાલક દ્વારા ગેરકાયદેસર પૂરા સત્રની ફી વસૂલ કરી ધોરણ 10 ના બોર્ડની પરીક્ષામાં પૂરેપૂરા વિષયોની પરીક્ષાની રિસીપ્ટ ન આપી વિધવા બાઇની દીકરી ને કારકિર્દી સાથે ચેડાં થતાં વિદ્યાર્થીની ધોરણ દસની પરીક્ષાથી વંચિત રહેવાની શક્યતા સેવાઇ રહી છે રિસિપિ ધ્યાન આવતા વિધવા બાએ શાળા સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવા જિલ્લા સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી
સંજેલી ખાતે ઝાલોદ રોડ પર આવેલી સંસ્કાર વિદ્યાલયના સંચાલક દ્વારા પોતાની શાળામાં પાછલા વર્ષમાં ધોરણ દસમાં એસએસસીની પરીક્ષામાં બે વિષયમાં નાપાસ થતાં વિધવા બાઈએ પોતાની દીકરી તારકેશ્વરી મછારની ભવિષ્યને ધ્યાને લઇ તે જ શાળામાં ચાલુ સત્રમાં ફરી રી એડમિશન કરાવી તમામ આધાર પુરાવા તેમજ બંને સત્રની ફી નિયમિત ભરપાઇ કરેલ તેમ છતાં વિદ્યાર્થિની કારકિર્દી સાથે ચેડાં કરી પૂરા વિષયોની પરીક્ષા ને બદલે બે જ વિષયની પરીક્ષાનું રિસિપ્ટ અપાતા વિધવા ભાઈ ચોંકી ઉઠ્યા હતા આખું વર્ષ શાળામાં રેગ્યુલર અભ્યાસ કરવા છતાં પણ બાળકીનું પૂરેપૂરા વિષયનું ફોર્મ કેમ ના ભરવામાં આવ્યું
તેવો સવાલ કરતાં સંચાલક દ્વારા દાદાગીરી કરી અપશબ્દનો ઉપયોગ કરી શાળા કેમ્પમાંથી બહાર કાઢી મૂકી જાહેરમાં અપમાન કરેલ દીકરીના કારકિર્દીના સાથે ચેડા પુરી ફી વસૂલી છેતરપિંડી કરી બાળકીનું વર્ષ બગાડી ભવિષ્ય જોખમમાં મૂકેલ છે રાજકીય વગ ધરાવતા સંચાલક વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ જોડે દાદાગીરી કરી મનમાની કરે છે અગાઉ ગોણ સેવાની પરીક્ષા દરમિયાન શાળા કેમ્પસમાં કોપી કેસ થયો હોવાનું બહાર આવેલ છે જેથી સંચાલકની છાપ પણ ખરાડાયેલ છે આ શાળા સંચાલક સામે યોગ્ય તપાસ કરી કાયદેસરના પગલાં ભરવા જિલ્લા કલેક્ટર શિક્ષણ અધિકારી તેમજ શિક્ષણ વિભાગ ગાંધીનગર તેમજ સંજેલી પોલીસ મથકે લેખિત રજૂઆત કરવામાં આવી છે
જવાબવિદ્યાર્થી દ્વારા ધોરણ દસની માર્કશીટ નેવું દિવસમાં જમા કરાવવામાં આવી નથી બાદમાં માર્કશીટ અપાતા બે વખત આ બાબતે ગાંધીનગર સુધી સુધારા માટે ધક્કા ખાધા હતા તેમ જ શાળામાં દરરોજ અભ્યાસ મેળવતા વિદ્યાર્થિની પાસેથી શાળાની ફી વસૂલવામાં આવી છે હાલ ભેજ વિષયની હોલ ટિકિટ આપવામાં આવી છે શાળા સંચાલક રતનસિંહ બારીયા પાછલા વર્ષમાં ધોરણ દસમાં બે વિષય માં નાપાસ થતાં દીકરી ના ભવિષ્યને ધ્યાને લઇ ફરી એડમિશન કરાવી પૂરા વિષયોની 15000 હજાર ફી ચૂકવવામાં આવી હતી તેમજ પરીક્ષા ફોરમના 1000રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા
તેમ છતાં આજે હોલ ટિકિટમાં બે જ વિષયોની પરીક્ષાનું જણાય આવતાં સંચાલકને રજુઆત કરતાં સંચાલકે ધાકધમકી આપી અપશબ્દ બોલી અપમાન કરી કેમ્પસમાંથી બહાર કાઢી મૂકતા બાળકીના ભવિષ્ય સાથે ચેડા થતાં જિલ્લા કલેક્ટર શિક્ષણ વિભાગ અને શિક્ષણ શાખામાં તેમજ સંજેલી પોલીસ મથકે લેખિત રજૂઆત કરવામાં આવી છે વિધવા ભાઇ ચંપાબેન પર્વતભાઇ મછાર