સંજેલી તાલુકના કાવડાના મુવાડા ગામના લોકોને ડીપી રીપેર ના થતા અંધેરા ઉલેચવાનો વારો
છેલ્લા એક માસથી કૃષિ વીજ લાઈન તથા ધરવપરાશની લાઈન બંધ રહેતા ભારે મુશ્કેલી
(પ્રતિનિધિ) સંજેલી, દાહોદ જિલ્લામાં વરસાદની આગાહીને પગલે કેટલાય તાલુકામાં વરસાદ વરસ્યો હતો ત્યારે સંજેલી તાલુકામાં પણ મેહુલિયો મન મૂકીને વરસ્યો હતો સંજેલી તાલુકાના કાવડાના મુવાડા ગામને એક માસ અગાઉ વાવાઝોડાને કારણે ઙ્ઘp ભારે ધડાકા સાથે બામણીયા ફળિયામાં લાઇટો બંધ થઇ ગયા હતા જે બાદ તાઃ-૮./૭/૨૦૧૯ લાઈન ઉપર ફોલ્ડ ઉભો થઈયો હતો અને આબાબતની ગામ લોકો એ તારીખઃ-૧૧/૭/૨૦૧૯ ના રોજ લેખિત રજૂઆત કરી દ્બખ્તvષ્ઠઙ્મ ને જાણ કરવામાં આવિ હતી તેમ છતાં પણ આજદિન સુધી આ બંદ પડેલી લાઈન ચાલુ કરવામાં આવી નથી તેમજ સિંગલ ફેસ લાઈન ની ડીપી પણ બળીગઈ છે જે રીપેરીંગ કરવામાટે પણ રજુઆત કરેલી છે જે રીપેરીંગ ના થતા આજે કેટલા દિવસ થી ગામના લોકોને ચોમાસા પર અંધારામાં રહેવાનો વારો આવયો ત્યારે જીવજંતુનો પણ લોકોને ભય સતાવી રહ્યો મુશ્કેલી પડી રહી છે કૃષિ વીજ લાઈન પણ ચાલુ કરવા માટે ઝાલોદ માધ્ય ગુજરાત વીજ કમ્પની ના જવાબદાર અધિકારીને લેખિત માં રજુઆત કરીછે હાલમાં કેટલા ખેતોંરો માં પાણી ઓછું ભરાતા ડાંગર ના વાવેતર કરવામાં મુશ્કેલી પડે છે.
જો વીજ લાઈન ચાલુ હોયતો ખેડૂતોને ખેતી કામ માં મદદત મળીરહેતી તંત્ર દ્વારા કાવડાના મુવાડાના બામણીયા ફળિયામાં વીજ પુરવઠો ખોરવાયો છે તે તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી લોકોની માંગ છે નજીકમાં જ પ્રાથમિક શાળા આવેલી છે જેમાં પણ બસો પચાસ વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરતા હોય છે ત્યારે આ લાઇટ ન હોવાને કારણે બાળકોને પીવાના પાણી માટે પણ મુશ્કેલી વધી છે આજુ બાજુ કુવા પણ નથી જેથી બાળકોને પણ પીવાના પાણી ની સમસીયા ઉભી થયેલ છે કાવડાના મુવાડા ગામના આગેવાન બામણીયા રામસીંગ ભાઈ મનસુખ ભાઈ તથા મહેશ ભાઈ નીસરતા. રૂપસિંગ ભાઈ નારસિંગ ભાઈ બામણીયા તેમજ ગામ લોકોએ ઉચ્ચકક્ષા રજુઆત પણ કરવામાં આવી છે.*