સંજેલી તાલુકાના દિવ્યાંગો સરકારી યોજના અને સહાયથી વંચિત
કાનજીખેડ નો અંધ દિવ્યાંગ બીપીએલ કાર્ડ અને કાચું મકાન ધરાવે છે |
(પ્રતિનિધિ) સંજેલી, સરકાર દ્વારા સ્માર્ટ સિટી અને બુલેટ ટ્રેન ઘર ઘર આવાસ અને શૌચાલયના ઊંચા જીવન ધોરણ ના સપના બતાવી રહી છે ત્યારે સંજેલી તાલુકાની વાસ્તવિકતા કંઈક અલગ જ છે આજે પણ ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબો મુશ્કેલી અને તકલીફો વેઠી રહ્યા છે ત્યારે સંજેલી તાલુકાના નેનકી પંચાયતમાં આવેલી કાનજી ખેડી ગામમાં દિવ્યાંગ પરિવાર આજે પણ થાપેલા નલિયાના ઝૂંપડામાં રહે છે અને બીપીએલ કાર્ડ ધરાવે છે તંત્ર દ્વારા ગામડે ગામડે અને ઘરે ઘરે સર્વે કરવામાં આવે છે છતાં પણ આવા દિવ્યાંગ પરિવાર તેમના લિસ્ટમાંથી ગાયબ જોવા મળે છે.
સંજેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની બિસ્માર હાલત સરકાર દ્વારા તાલુકાના જિલ્લા મથકને સ્માર્ટ સિટી બનાવી બુલેટ ટ્રેન પ્રધાનમંત્રી આવાસ શૌચાલય અંત્યોદય કાર્ડ મફત શિક્ષણ બેરોજગારને રોજગારી જેવા ઊંચા જીવા ધોરણના સપનાં બતાવી રહી છે ત્યારે વાસ્તવિકતા વિકાસની જોજનો દૂર છે આજે પણ ગ્રામ્ય વિસ્તારની પ્રજાઓ એ જ મુશ્કેલીઓને એ જ તકલીફો સાથે જીવન પસાર કરી રહ્યા છે આજે પણ ગામડાના સામાન્ય માણસો પર છે પોતાના ઘરની તૂટી ગયેલી છતના સમારકામ માટે તેમજ પાકિ દીવાલો બનાવવા માટે જરૂરી રકમ નથી આજે પણ માથે ઝઝુમતા જોખમ નીચે ગામડાનો સાધારણ માણસ જીવન જીવવા મજબૂર બન્યો છે સરકારના નેતાઓ હથેળીમાં ચાંદ જેવા દીવા સપના બતાવી રહી છે.
જ્યારે વિકાસની વાતો વચ્ચે ગામડાના સામાન્ય માણસોની દૂરદર્શા હજી પણ કફોડી છે સંજેલી તાલુકામાં લગભગ ચાર હજાર જેટલા આવાસો બાંધકામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે જેમાં મોટાભાગના આવાસો ખાયકી કરી માત્ર કાગળ પર જ બન્યા છે જેમાં પણ ગરીબોના આવાસો ફાળવવામાં આવ્યા લાગવગ અને પોચ ધરાવતા અને માલેતુજારોને આવાસો ફાળવવામાં આવ્યા છે ત્યારે તંત્રની મિલીભગતથી ગામડાઓની ગરીબ પ્રજાને આ આવાસો ન ફળવાતા આજે પણ ગરીબો પોતાની જે તે પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યા છે.
જ્યારે સંજેલી તાલુકાના નેનકી ગ્રામ પંચાયતમાં આવેલી કાનજી ખેડી ગામે અંધ દિવ્યાંગ ભાભોર કનુભાઈ પોતાના પરિવાર સાથે કાચા ઝુંપડામાં રહે છે અને બીપીએલ કાર્ડ ધરાવે છે જેઓને બંને આંખે જોવાતું ન હોવા છતાં પણ સરકારી યોજનાઓથી વંચિત રહ્યા છે ત્યારે સરકાર દ્વારા આવા ગરીબોને વિવિધ યોજનામાં લાભ આપવામાં આવતો હોય છે છતાં પણ આ અંગે હજી સુધી કોઈ પણ લાભ આપવામાં આવ્યો નથી ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક આ અંધને તમામ યોજનાઓ લાભ આપવામાં આવે તેવી ગામના માજી સરપંચની માંગ છે.*