સંજેલી તાલુકાના વાસીયા ગામે ઘરમા વીજળી પડતાં એકનું મોત
અડધી રાત્રે કડાકા ભડાકા ગાજવીજ સાથે વીજળી પડતાં યુવક સળગી ઉઠ્યો હતો.
(પ્રતિનિધિ સંજેલી 25-03-2020ફારૂક પટેલ) ગુજરાત સહિત રાજ્યોમાં અચાનક વાતાવરણમાં પલટો આવતાં સામાન્ય ગાજવીજ કડાકા ભડાકા વરસાદ સાથે સંજેલી તાલુકાના વાંસીયા ગામે અડધી રાત્રે ધર પર વીજળી પડતાં માધ્યમિક શાળાના પટાવાળાનું મોત.જાણ થતાં જ આસપાસના લોકો માં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી .
સંજેલી તાલુકામાં આવેલ વાંસીયા ગામે ઘોડાવડલી ફળિયામાં રહેતા અને વાસિયા માધ્યમિક શાળામાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા પલાશ ઇશ્વરભાઇ રમેશભાઇ ઉ.વ.40 પોતાના ઘરે સુતા હતા તે દરમિયાન અડધી રાત્રે ગાજવીજ અને કડાકા ભડાકા સાથે અચાનક વરસાદી માહોલ છવાતા મકાનના ધાબા પર સૂકવેલાં ચણા લેવા માટે પતિ પત્ની ચઢ્યા હતા ચણા લઈ પરત સીડી પરથી નીચે ઉતર તાં અચાનક કડાકા સાથે ઇશ્વર પલાશ પર વિજળી પડતા સળગી ઉઠ્યો હતા.અને પત્ની બેભાન થઈ ગઈ હતી.બૂમાબૂમ થતાં ઈશ્વરના પિતા અને આસપાસનાં લોકો દોડી આવ્યા હતા.આગ અોલાવી હતી.
પરંતુ ઈશ્વરે દમ તોડી નાખ્યો હતો .અને પત્નીને તાત્કાલિક સારવાર માટે દવાખાને ખસેડવામાં આવી હતી. અને ઈશ્વરનું મોત નીપજ્યું હતું.સંજેલી તાલુકાના વાંસીયા ગામે લગભગ 1.30 કલાકે મંગળવારની રાત્રિના અચાનક આવી ઘટના બનતા ત્રણ પુત્રના પિતા પર પરિવાર માં આભ તૂટી પડ્યો હતો કમાઉ દીકરો ગુમાવતા પરિવાર પર મોટી આફત આવી પડી.અને લોકોમાં ગમગીન છવાઇ ગયો હતો.ઘટનાની જાણ થતાં જ આસપાસ લોકોમાં ભયનો માહોલ બની ગયો હતો.સંજેલી પોલીસ મથકે જાણ કરતાં મૃતદેહ ને સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ અર્થે લાવવામાં આવ્યા હતા.
વાંસીયા ગામના યુવકને પીએમ અર્થે લાવવામાં આવ્યા હતા જે યુવક નું વીજળીના કારણે જ મૃત્યુ થયુ હોવાનું પ્રાથમિક અહેવાલમાં આવી રહ્યું છે .ડોક્ટર યુ સી લોહરા સીએસી સંજેલી .