સંજેલી તાલુકાની જસુણી મુવાડી પ્રાથમિક શાળામાં બાળકોને ઓટલે બેસાડી ભણાવાય છે
(પ્રતિનિધિ) સંજેલી, સંજેલી તાલુકાની જસુણી પંચાયતમાં આવેલી જસુણી મુવાડી પ્રાથમિક શાળાનું મકાન જર્જરીત હાલતમાં પહોંચી જતાં શાળામાં અભ્યાસ કરવા આવતા આદિવાસીના બાળકોને શાળાના ઓટલા ઉપર જીવના જોખમે બેસાડવાની તેમજ એક જ રૂમમાં બે ત્રણ ક્લાસના બાળકોને બેસાડવામાં આવી રહ્યા છે તંત્ર દ્વારા કોઇ મોટી હોનારત સર્જાય તે પહેલા નવીન ઓરડા બનાવવામાં આવે તે જરૂરી છે .
સંજેલી તાલુકાના જસુણી પંચાયતમાં આવેલી જસુણી મુવાડી પ્રાથમિક શાળાના ૫ જેટલા ઓરડા છેલ્લા બે ત્રણ વર્ષથી જર્જરીત હાલતમાં છે એક વર્ષ ઉપરાંતથી ઓરડા તોડવાની મંજૂરી મળી ગઇ છે જ્યારે નવા ઓરડા બનાવવાની મંજૂરી ન મળતા હાલ બાળકોને બે ઓરડામાં તેમજ ઓટલે બેસાડીને ભણાવવા પડી રહ્યા છે મકાનના અંદરના ભાગે ઉપર છતની હાલત જર્જરીત છે તેમજ દિવાલમાં પણ તિરાડો પડેલી દેખાય છે ત્યારે ધોરણ ૧ થી ૮ ના વર્ગો ચાલે જેમાં બે જ ઓરડા સારા છે જેમાં એક ઓરડામાં બે ત્રણ ધોરણના બાળકો બેસાડાય છે જ્યારે બીજા બાળકોને જર્જરિત ઓરડાના ઓટલા પર જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે જ્યારે જર્જરીત ૫ ઓરડા તોડવાની મંજૂરી મળી ગઈ છે ત્યારે બાંધકામની મંજૂરી ન મળતા હાલ જુની મુવાડી પ્રાથમિક શાળામાં ધોરણ એકથી આઠના બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહિયા છે ત્યારે તંત્ર દ્વારા જલ્દીથી બાંધકામની મંજૂરી આપી કોઈ હોનારત સર્જાય તે પહેલા નવા ઓરડાની બાંધકામ શરૂ કરી બાળકોને અભ્યાસ મળી રહે તે જરૂરી છે.*