સંજેલી તાલુકાની પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ
પીવા માટેના આરો મશીન શોભાના ગાંઠિયા સમાન ટાંકીના કચરા વાળુ પાણી પીવા બાળકો મજબૂર : સ્વચ્છતા સંકુલ લાખોની ગ્રાન્ટ છતાં બાળકો પાસે શૌચાલયો સાફ સફાઇ
સંજેલી: સંજેલી તાલુકાની પ્રાથમિક શાળાઓમાં પીવા માટેના આરો મશીન શોભાના ગાંઠિયા સમાન બાળકો ટાંકીના કચરાવાળુ પાણી ભરી થાળીમાં પીવા મજબૂર શૌચાલયો સાફ સફાઈ માટે સ્વચ્છતા સંકુલની ગ્રાન્ટો છતાં મોટાભાગની શાળામાં બાળકો પાસે સાફ સફાઇ કરવામાં આવે છે જ્યારે કેટલાય શાળાની શૌચાલયોમાં ખંભાતી તાળા શેતરંજીની ફાળવણી છતાં બાળકોને જમીન પર બેસાડવામાં આવે છે સરકાર દ્વારા લાખોની ગ્રાન્ટ છતાં તાલુકાની પ્રાથમિક શાળામાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે
રમશે ગુજરાત જીતશે ગુજરાત બાળકો મજૂરીએ નહીં શાળાએ શોભે અેક કદમ સ્વચ્છતા કી સ્વચ્છ ગુજરાત સ્વસ્થ ગુજરાત જેવા શ્લોકો શાળાઓમાં દિવાલ પર છાપવામાં આવે છે પરંતુ સંજેલી તાલુકાની મોટાભાગની પ્રાથમિક શાળાઓમાં દિવા તળે અંધારા જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે પીવાના પાણી માટે ફાળવેલા આરોપ મશીન માત્ર અને માત્ર નામ પૂરતા જ જોવા મળી રહ્યા છે જ્યારે સ્વચ્છતા સંકુલ માટે દર મહિને હજારથી પાંચ હજાર સુધીની ગ્રાન્ટો ફાળવવામાં આવે છે છતાં પણ બાળકો પાસે જ શૌચાલયો સાફ કરાવવામાં આવી રહ્યા છે
શેતરંજીની પણ ગ્રાન્ટો ફાળવવામાં આવે છે છતાં પણ બાળકોને ખુલ્લામાં બેસવું પડી રહ્યું છે તાલુકાની કેટલીક શાળામાં પાણીની સગવડ હોવા છતાં પણ બાળકો માટે પીવાનું પાણી કે શૌચાલય માટે વાપરવાનું ભરવામાં આવતું નથી સરકાર દ્વારા વિવિધ જાતની ગ્રાન્ટ આપવામાં આવે છે છતાં પણ સંજેલી તાલુકામાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે
બોક્સ સંજેલી તાલુકાની ત્યાંથી જેટલી પ્રાથમિક શાળાઓ આવેલી છે લગભગ તમામ શાળાઓમાં વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત બાળકોને પીવા માટેના આરોપ મશીન ફાળવવામાં આવ્યા હતા જે આરોપ મશીન કેટલીય શાળાઓમાં લગાવવામાં આવ્યા નથી જ્યારે કેટલીક શાળાઓમાં માત્ર અને માત્ર શોભાના ગાંઠીયા સમાન જોવા મળી રહ્યા છે મોટાભાગની શાળાઓમાં આર ઓ મશીન લગાવવામાં આવ્યા નથી છતાં પણ પ્રમાણપત્રો આપી દેવામાં આવ્યા છે