Western Times News

Gujarati News

સંજેલી તાલુકાની પ્રા.શાળામાં બારોબાર વોલ પેન્ટિંગ દોરાતા આશ્ચર્ય સર્જાયું

(પ્રતિનિધિ) સંજેલી : સંજેલી તાલુકાની પ્રાથમિક શાળાઓની દિવાલો ઉપર સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સંદેશાના પ્રચાર પ્રસાર માટે ખુલ્લામાં શૌચમુક્ત ગામને સ્વચ્છ રાખવાજેવા વોલ પેન્ટિંગ દોરવા માટેની એસએમસીમાં ગ્રાન્ટ નાખવામાં આવી હતી આચાર્ય ઊંઘતા રહ્યા અને બારોબાર વોલ પેન્ટિંગ દોરાઈ ગયું અને ્‌ઁર્ં દ્વારા યુ ટી સિ નો પરિપત્ર મગાવતા તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આઇઈસી ઝુંબેશ ૧ ૬ ૨૦૧૯ થી ૩૧ ૭ ૨૦૧૯ દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં ખુલ્લામાં શૌચ મુક્ત અંગેની જાળવણી રાખવા ઓડીએૃફ બોર્ડ તેમજ ચાર વોલ પેઇન્ટિંગ તૈયાર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે જેમાં જિલ્લાની કુલ ૭૬૬ શાળામાંથી સંજેલી તાલુકાની ૫૬ જેટલિ પ્રાથમિક શાળાઓ પસંદ કરવામાં આવી હતી જેમાં શાળા શાળા દીઠ ૫૨૮૦ રૂપિયાની ગ્રાન્ટ તાલુકાની ૫૬ શાળાઓમાં નાખવામાં આવી હતી આચાર્યોની જાણ બહાર જ ડાયરેકટ બારોબાર કોઈ પેન્ટર દ્વારા શાળાના કમ્પાઉન્ડ પર અને શાળાની દિવાલો ઉપર બોલ પેન્ટિંગ કરી દેવામાં આવ્યું છે.

આ બાબતે શાળાઓના આચાર્યો કોઈ પણ જાતની વાતચીત કર્યા વગર કે ગ્રાન્ટની પૂછપરછ કર્યા વગર જ બારોબાર પેન્ટિંગ કરી દેવામાં આવતા સંજેલી તાલુકાની પ્રાથમિક શાળાઓમાં અને તાલુકાના આગેવાનોમાં મોટા પાયે રોષ જોવા મળી રહ્યો છે.*

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.