સંજેલી તાલુકાની શાળાઓમાં શિક્ષક દિનની ઉજવણી
(પ્રતિનિધિ) સંજેલી, ૫ મિ સપ્ટેમ્બરને ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ના જન્મ દિવસે સંજેલી તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓ માધ્યમિક શાળાના ઉચ્ચતર માધ્યમિક શાળા સંજેલી કુમાર પ્રાથમિક શાળા કન્યા શાળા અભિનંદન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા અને સંસ્કાર વિદ્યાલયમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના બાળકો દ્વારા શાળાઓમાં ચાલતી વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો વિદ્યાર્થીઓ શિક્ષક બની જીવનમાં અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશનાં કિરણો પાથરનાર એવા ગુરૂની ભૂમિકા હર્ષભેર ભજવી હતી અને અન્ય બાળકોને પ્રેરણા પુરી પાડી હતીત્યારે સંજેલી તાલુકાની તમામ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓએ એક દિવસની ગુરુની ભૂમિકા ભજવી શાળાનું સંચાલન કર્યું હતું જ્યારે સંસ્કાર વિદ્યાલયમાં બાળકો દ્વારા બેટી બચાવો બેટી પઢાવો વોટર પ્રેઝર્વેશન જેવી સ્પીચ આપી બાળકોને સમજ આપી હતી અને શાળા સંચાલક રતનસિંહ બારીયા દ્વારા પ્રોત્સાહન રૂપી ઇનામ આપવામાં આવ્યું હતું.*