સંજેલી તાલુકામાં કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ ખેડૂતોને ખાતર બિયારણ આપવામાં આવ્યું
પ્રતિનિધિ સંજેલી: સંજેલી તાલુકામાં ખેડૂતોને કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ મકાઈ ખાતર નું વિતરણ શરૂ કરાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા ખેડૂતો માટે કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ યુરિયાખાતર સલ્ફેટ ડીએપી મકાઇ જેવી બિયારણની કીટ સંજેલી તાલુકામાં બાયપાસ રોડ પર આવેલી જીએસએફસી કિસાન સુવિધા કેન્દ્ર પર વિતરણ શરૂ કરાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તાલુકા ખેતીવાડી અધિકારી જયેશ રાઠોડ ઍસ કે પગી પાસે થી મળતી માહિતી અનુસાર તાલુકા વિકાસ અધિકારી એ જે ભરવાડના માર્ગદર્શન મુજબ કારોના વાયરસને લઇને વધુ ભીડ એકઠી ન થાય તેને ધ્યાને લઇ એક સાથે ખેડૂતોનો પુરો લક્ષ્યાંક ફાળવવામાં આવ્યો નથી હાલ સંજેલી તાલુકામાં લગભગ ૧૦૭૦ જેટલા ખેડૂતોને ૫૦૦ રૂપિયાની રકમ લઇ ડીએપી ખાતર સલ્ફેટ મકાઈ નો લાભ આપવામાં આવી રહ્યો છે