Western Times News

Gujarati News

સંજેલી તાલુકામાં પવન વાવાઝોડા સાથે વરસાદ થતા ધરતીપુત્રોમાં આનંદ લહેર છવાઇ 

વરસાદી માહોલ જામતા મકાઇ સોયાબીન જેવા ધાન્ય પાકોને જીવનદાન મળ્યું
પ્રતિનિધિ સંજેલી ફારૂક પટેલ  સંજેલી તાલુકાના પંથકમાં સતત ૨૦ દિવસથી વરસાદી ઝાપટા પડતા હોવાથી લોકો ગરમીમાં ત્રાહિમામ પોકારી ગયા હતા.અચાનક પવન સાથે વરસાદી માહોલ જામતા સમગ્ર પંથકમાં વાતાવરણ માં શીતલ લહેરાય છે.સાથે સાથે મકાઇ સોયાબીન જેવા ધાન્ય પાકોને જીવનદાન મળતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.

સંજેલી તાલુકામાં જૂન મહિનાના પ્રારંભથી જ વરસાદી માહોલ જામ્યો હતો.પ્રથમ વરસાદમાં જ ખેડૂતોએ ડાંગરના ઘરૂ તેમજ મકાઇ સોયાબીન જેવા ધાન્ય પાકો વાવણીમાં જોતરાઈ ગયા હતા.જે બાદ વરસાદે વિરામ લેતા ધાન્ય પાકો મુરઝાવા માંડ્યા હતા.છેલ્લા ૨૦ દિવસથી સંતાકૂકડી રમતાં વરસાદને લઇ ગરમી નો પારો વધતાં લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા.વરસાદે વિરામ લેતા ધરતીપુત્રો વરસાદને રીઝવવા મહિલાઓ પુરુષના વેશ ધારણ કરી ધારિયા તલવારો તીરકામઠા લઇ નજીકના ગામના પશુઓને હંકારી લાવે છે અને બાદમાં વિધિ વિધાન કરી પોત પોતાના પશુઓ લઈ જાય છે.વરસાદે વિરામ લેતા ધરતીપુત્રો આવી અનેક વિધિમાં છેલ્લા દસ પંદર દિવસથી જોતરાઈ ગયા હતા.

શુક્રવારે બપોરે ૩ વાગ્યે વાતાવરણમાં એકાએક પલટો આવ્યા બાદ ભારે પવન સાથે અમુક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં ઠંડક પ્રસરી હતી.મેહુલિયો વરસતા સમગ્ર પંથકમાં મકાઇ સોયાબીન જેવા ધાન્ય પાકને જીવનદાન મળતા ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી હતી.ત્યારે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં ડાંગરની રોપણી લાયક વરસાદ વરસતા આવતીકાલે સવારથી જ ખેડૂતો રોપણી કામમાં જોતરા શે.આ સીઝનનો પ્રથમ મેહુલિયો મન મૂકીને વરસતા ચોમાસું હવે શરૂ થયું હોય તેમ લાગી રહ્યું છે .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.