સંજેલી તાલુકામાં 8.28 કરોડના વિવિધ 9 વિકાસના કામોનું સાંસદના હસ્તે ભૂમિપૂજન
સંજેલી: દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં 8.28 કરોડના ખર્ચે માંડલી જુસ્સા જસુણી ડુંગરા લવારા ચમારીયા ટી મુવાડા કરંબા પીછોડા સુલિયાત પંચમહાલ મહિસાગર ને જોડતા મુખ્ય માર્ગ સહિત જુદા જુદા 9 જેટલા માર્ગોનું દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર ધારાસભ્ય રમેશ કટારા ઉપસ્થિતિમાં ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું
સંજેલી તાલુકાના મુખ્ય માર્ગો સહિત કેટલાય ગ્રામ્ય વિસ્તારના માર્ગો ઘણાં સમયથી ભંગાર હાલતમાં હતા લોકોને રોડ રસ્તાની સુવિધા મળી રહે તેવા શુભાશયથી સંજેલી સાંસદ સભ્ય અને ધારાસભ્ય દ્વારા પોતાના મત વિસ્તારના લોકોને સુવિધા મળી રહે તેવા શુભ આશયથી આજે નવ જેટલા રોડનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું ત્યારે પંચમહાલ દાહોદ સરહદી ના મુખ્ય માર્ગ પિછોડા થી સુલિયાત સહિત તાલુકામાં માંડલી ગામતળથી લૂજાના મુવાડા ઝૂસા જસૂણી પાકા રસ્તાથી પ્રાથમિક શાળા થઈ બારીયા ફળિયા થી કસનપૂર ડુંગરા ગામે ઝરી થી બારિયા ફળિયા સુધી લવારા સ્ટેશનથી ખાંટ ફળિયા થઈ ભાભોર ફળિયા ચમારીયા ગામે ભીત ફળિયાથી બળીયા દેવ સુધી ટીસાના મુવાડા મેઇન રોડથી ચારેલ ફળિયા સુધી કરંબા સંજેલી મેઇન રોડ (ખોખર ફળિયા) થી સૂડિયા સુધી લગભગ 8.28 કરોડના ખર્ચે બનનારા નવ જેટલા રોડનું સાંસદ સભ્ય જશવંતસિંહ ભાભોર ધારાસભ્ય રમેશ કટારા જિલ્લા પાર્ટી પ્રમુખ શંકર અમલિયાર માર્ગ અને મકાન વિભાગના અધિકારી તા.પાર્ટી પ્રમુખ જશુભાઇ બામણીયા તાલુકા પ્રમુખ શાંતાબેન જગદીશ પરમાર જિલ્લા સભ્ય શરદ બામણીયા ચેરમેન કાન્તાબેન અને તાલુકા સભ્યો સરપંચો ગ્રામજનો આગેવાનો ભાજપા કાર્યકર્તા જગદીશ પરમાર હારૂન જર્મન બંટા બાપુ રુચિતા રાજ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા વિવિધ મંજૂર થયેલા રોડનું ઉપસ્થિત મહેમાનોના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું