સંજેલી તાલુકા પંચાયતની કચેરીઓ રામભરોશે

પ્રતિનિધિ સંજેલી ફારુક પટેલ : સંજેલી તાલુકા પંચાયતમાં આવેલી વિવિધ કચેરીઓમાં સોમવારના રોજ હોળી ધુળેટી નું ગ્રહણ લાગ્યું હોય તેમ મોટાભાગની કચેરીઓ માં ખંભાતી તાળા લાગ્યા હતા જ્યારે અન્ય કચેરીઓ રામ ભરોસે હોય તેમ માત્ર ખુરશી અને ટેબલ જ જોવા મળી હતી આજે રજા ન હોવા છતાં પણ તાલુકાની કચેરીઓમાં અધિકારી તેમજ કર્મચારી અને સ્ટાફ હાજર ન હોવાથી તાલુકામાં કામકાજ માટે આવતા તાલુકાની પ્રજાને વિલા મોડે પાછું ફરવું પડ્યું હતું
તેમજ અવાર નવાર તાલુકામાં કર્મચારીઓની લેટ લતીફ ગીરથી પણ પ્રજાના કામો અટવાવા માંડ્યા છે આજે રજા ન હોવા છતાં પણ સંજેલી તાલુકા પંચાયતમાં રજા જેવો માહોલ જોવા મળ્યો હતો જિલ્લા અધિકારી દ્વારા સંજેલી તાલુકા પંચાયતની સરપ્રાઇઝ મુલાકાત લેવામાં આવે તેવી તાલુકાની પ્રજાની માંગ છે