સંજેલી તાલુકા પંચાયતમાં વિવિધ યોજનામાં મોટાપાયે ભ્રષ્ટાચાર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/07/2707-sanjeli.jpg)
(તસ્વીરઃ- ફારુક પટેલ, સંજેલી)
(પ્રતિનિધિ) સંજેલી : સંજેલી તાલુકા પંચાયતમાં ટી એસ પી જિલ્લા આયોજન એટીવીટી કૃષિ સહાયના ફોમ પશુપાલનના ફોર્મ સોલર સિસ્ટમના ફોમ વગેરે વિવિધ યોજનાની ગ્રાન્ટમાં સંજેલી તાલુકાના વિરોધ પક્ષના તાલુકા સભ્યો અંધારામાં રાખીને ફળવાતા સંજેલી ના. તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આગળની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
સંજેલી તાલુકા પંચાયતમાં ડીએસપી યોજના ની ગ્રાન્ટ જિલ્લા આયોજનની ૧૫ ટકા ગ્રાન્ટ એટીવીટીની ગ્રાન્ટ ની ફાળવણી તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને સભ્યો પોતાના નામે તેમના અંગત માણસોના નામે ફાળવણી કરવામાં આવે છે એક જ કામ ને વિવિધ યોજનાઓમાં બતાવી તંત્રની મીલીભગતથી ખોટા બીલો બનાવી ઓન પેપર બતાવી પાંચ પાંચ વખત ગ્રાન્ટો ઉપાડી લેવામાં માહિર બન્યા છે જેના કારણે સંજેલી તાલુકામાં પ્રજાનો વિકાસ થતો નથી માત્ર કાગળ પર જ વિકાસ જોવા મળી રહ્યો છે થયેલા કામોની તકતીનું અનાવરણ કર્યા વગર જ બારોબાર ફોટા પાડી બિલો ચૂકવવામાં આવી રહ્યા છે.
ત્યારે થોડા દિવસ અગાઉ જ સંજેલી તાલુકા પંચાયત ખાતે ૫૦૦ જેટલા કૃષિ ફોમ તાલુકા પંચાયતમાં આપવામાં આવ્યા હતા અને ૫૦૦ જેટલા કૃષિ ફોમ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ને આપવામાં આવ્યા હતા પાર્ટીના સંગઠન ના કાર્યકરોને વિતરણ કરવામાં આવ્યા હતા હાલ પશુપાલન શાખા દ્વારા દુધાળા ઢોરો અને સોલર લાલ ટેન (ફાનસ )વિતરણના લાભાર્થીઓને લાભ આપવા માટેના ફોર્મ આવ્યા હતા
જેમાં સંજેલી તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા ત્રણસો જેટલા ફોર્મ હતા જેમાંથી કોંગ્રેસ પાર્ટીના તાલુકા સભ્યોને એક એક ફોર્મ આપવામાં આવ્યા હતા અને બાકીના ભાજપા પાર્ટીના તાલુકાના પ્રમુખ પંચાયતના સભ્યો બુથ પ્રમુખોને વિતરણ કરવામાં આવ્યા છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના સભ્યો સાથે મોટો અન્યાય થતો હોવાથિ રજૂઆત કરવામાં આવી છે
સંજેલી તાલુકામાં વર્ષે ૨૦૧૮ / ૧૯ એટીવીટી ૧૪ નાણાં પંચ ટીએસપી યોજના વગેરે વિકાસના કામો થયા છે તે કામો તમામ ઓન પેપર બતાવી ખોટા બિલો બનાવી સરકારના નાણાંનો મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે એક જ કામને વિવિધ યોજનાઓમાં બતાવી અનેક વખત નાણાં પણ ઉપાડી દેવામાં આવ્યા છે આ તમામ મુદ્દાને લઇને ૨૬ મિ ને શુક્રવારના રોજ સંજેલી તાલુકા પંચાયતના કો. સભ્ય વિરોધ પક્ષના નેતા અને પાર્ટી પ્રમુખ કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સંજેલી તાલુકાના નાયબ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં છે.*