સંજેલી તાલુકા મથકે ગૃહમંત્રીની અધ્યક્ષતામાં બૃહદ સંકલનની મિટીંગ યોજાઈ
(તસ્વીર- ફારુક પટેલ) સંજેલી, સંજેલી તાલુકાની બૃહદ સંકલનની બેઠક રાજ્યના ગૃહમંત્રી અને જીલ્લા ચુંટણી ઈન્ચાર્જ પ્રદિપસિંહ જાડેજા અમિત ભાઈ ઠાકર ની અધ્યક્ષતામાં કન્યા વિદ્યાલય ખાતે યોજાઈ હતી ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં તાલુકા વિસ્તારનો ચિતાર મેળવ્યો હતો.
આવનારી જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીને લઇને બેઠકોનો દોર શરૂ કર્યો છે ત્યારે ૨૬મી ને શનિવારના રોજ સંજેલી તાલુકા મથકે બાયપાસ રોડ પર આવેલી કન્યા વિદ્યાલય ખાતે જિલ્લા ચુંટણી ઈન્ચાર્જ ની અધ્યક્ષતામાં બૃહદ સંકલનની મિટીંગ યોજાઇ હતી.ઉપસ્થિત ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને જીલ્લા ચુંટણી ઈન્ચાર્જ અમિતભાઈ ઠાકર ને શાલ તલવાર અને બોરીયુ આપી સ્વાગત કર્યું હતું બંધ બારણે કાર્યકર્તાઓ સાથે મિટીંગ યોજાઇ હતી.
જેમાં સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી સાથે સાથે આવનારી ચુંટણીને ધ્યાને લઇ તાલુકા વિસ્તારમાં તાલુકા જિલ્લા પંચાયતોમાં ભાજપ અને કોંગ્રેસને કેટલી બેઠકો છે તેનો ચિતાર મેળવ્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ શંકરભાઇ અમલીયાર ઉપપ્રમુખ પ્રફુલભાઇ ડામોર ધારાસભ્ય રમેશભાઇ કટારા જિલ્લા મહામંત્રી નરેન્દ્રભાઈ સોની જિલ્લામંત્રી રુચિતાબેન રાજ જિલ્લાહોમગાર્ડ કમાન્ડન્ટ સરદારસિંહ બારીયા ટ્રસ્ટી સુમિત્રાબેન બારીયા સંજેલી તાલુકા પાર્ટીના પ્રમુખ જશુભાઇ બામણીયા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.
સંજેલી તાલુકા મથકે ગૃહમંત્રી આવતાની સાથે જ રસ્તાઓ રિપેરિંગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.વર્ષોથી નાનસલાઇ ક્રોસીંગ થી સંજેલી સુધીનો ખખડધજ રસ્તાનું રિપેરીંગ કામ કરાતું ન હોતું પરંતુ મંત્રી આવતાની સાથે જ યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું હતુ.