સંજેલી તાલુકા વહીવટી તંત્રની ટીમ વેપારીઓને વેકસીનેશન અભિયાન માટે પગપાળાનીકળી
મામલતદાર ટીડીઓ ટી એચ ઓ સ્ટાફ સાથે દુકાને દુકાને ડોર ટુ ડોર ફરી સંવેદનાસભર સમજાવ્યા
(તસ્વીર ઃફારુક પટેલ, સંજેલી) સંજેલી મામલતદાર ટીડીઓ ટીવી શોની ટીમ સ્ટાફ સાથે દુકાને દુકાને ડોર ટુ ડોર ફરી કોરોના નેસ્ત નાબુદ કરવા અને ત્રીજી લહેર પહેલા ઝડપથી આરોગ્ય કેન્દ્ર પર જઈ રસીકરણનો ડોઝ લેવા અભિયાન હાથ ધર્યું હતું.સંજેલીની પ્રખ્યાત મેડીકલ સંચાલકને ડોઝ લેનાર વ્યક્તિઓને દવા ગોળીઓમાં ડિસ્કાઉન્ટ કે ગિફ્ટ આપવા ટીડીઓ ઓની અપીલ.
સંજેલી તાલુકામાં ૫૬ ગામનો સમાવેશ થાય છે મોટા ભાગનો જંગલ અને ડુંગરાળ વિસ્તાર આવેલો છે તેને ધ્યાને લઇને તંત્ર દ્વારા પણ પાંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને એક સામુહિક આરોગ્ય કેન્દ્રો પર રસીકરણ અભિયાન અંતર્ગત વેક્સિનેશન ડોઝ આપવાનું શરૂ કરવામાં આવેલ છે. તાલુકામાં ૧૮ થી ૪૪ વર્ષના ૨૯હજાર જેટલા મતદારો નોંધાયેલા છે.
પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં લોકો ખોટી અફવાઓમાં આવી ડોઝ લેવા ગભરાઈ રહ્યાં છે.જ્યારે તાલુકાના જાગૃત લોકો અને છેક રાજસ્થાનથી ૧૦૦ કિમીનો ધક્કો સમય અને રૂપિયાનો બગાડ કરીને વેક્સિનનો ડોઝ માટે આવતા હોય છે.જેથી આવી ખોટી અફવાઓથી દૂર રહી વહેલીતકે વેક્સિનેશન ના ડોઝ લેવા માટે અનાજ કરિયાણા ચપ્પલ કાપડના
અને શાકભાજી સહિતના નાના મોટા ધંધા રોજગાર કરતા વેપારીઓને અને ગ્રાહકોને ઝડપથી વેકસીનેશન ડોઝ લેવા માટે સંજેલી મામલતદાર પી આઈ પટેલ તાલુકા વિકાસ અધિકારી હરેશ મકવાણા બ્લોક હેલ્થ ઓફિસર એમ એન આલમ મહેસૂલી મામલતદાર બીએસ સોલંકી પુરવઠા મામલતદાર સુજલ ચૌધરી હેલ્થ ક્લાર્ક આર આર સંગાડા ની ટીમે સ્ટાફ સાથે રસીકરણ માટે અભિયાન હાથ ધર્યું હતું.*