સંજેલી થી ગોઠીબ મુખ્યમાર્ગ પર તંત્રની બેદરકારી થી અકસ્માત સર્જાવાની ભીતિ
પ્રતિનિધિ સંજેલી ફારૂક પટેલ. સંજેલીથી ગોઠીબ મુખ્ય માર્ગ પર રાહિયા કૂવા નજીક બાવળનું ઝાડ પડું પડું થઇ રહેલુ હોવાથી રાહદારીઓ તેમજ વાહન ચાલકો માથે મોતનું જોખમ લટકી રહ્યું છે.અકસ્માત સર્જાય તે પહેલાં આ નડતરરૃપ જટાકેદાર બાવળના વૃક્ષ ને દુર કરવામાં આવે તેવી વાહનચાલકો તેમજ સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે .
સંજેલી થી ગોઠીબ જતા મુખ્ય માર્ગ પર વન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે.સામાન્ય રીતે રોડની આસપાસ સરકારી આ વૃક્ષો આવેલા હોય છે.સમયાંતરે વર્ષો જૂનાં વૃક્ષોની ડાળીઓ કાપીને સુવ્યવસ્થિત કરવાની જરુર છે.રોડની બંને તરફ થયેલા આ મોટા મોટા વૃક્ષો જેની મોટી મોટી ડાળીઓ તેમજ વૃક્ષો નમી પડતાં રોડ તરફ ઢળી જતા હોય છે.
જેથી મુખ્ય માર્ગ પરથી ભારે વાહનોને અવર જવર કરવામાં અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.રોડની બન્ને સાઈડ ઝળુંબતી ડાળીઓ તેમજ સંજેલી રોડ ગોઠીબ મુખ્ય માર્ગ પર રાહિયા કૂવા નજીક જ રોડના કિનારા પર જ ઊગેલું ઝટાકેદાર બાવળનું વૃક્ષ જાણે ચેકપોસ્ટની જેમ જ પડું પડું થઇ રહેલું આ વૃક્ષ જાણે કોઈના જીવનું જોખમ કે ભારે વાહનોને ચાલકની નજર ચૂકી જાય તો મોટો અકસ્માત સર્જાય તો નવાઇની વાત નહી.પડવાની તૈયારીમાં હોવાથી રાહદારી વાહનચાલકો માથે મોતનું જોખમ સેવાઇ રહ્યું છે લટકી રહ્યું છે.
અગાઉ આ જ માર્ગ પર ચોમાસા દરમ્યાન અનેક વખત આખે આખા વૃક્ષો પણ ધરાશાયી થયાં હતાં.ક્યાંક ડાળીઓ તૂટીને પડી હોય તેવી ઘટનાઓ પણ અનેકવાર બનવા પામી છે.કોઈ અકસ્માત સર્જાય તે પહેલા વન વિભાગ દ્વારા સાવચેતીના પગલાના ભાગરૂપે નડતરરૂપ બાવળ વૃક્ષ દૂર કરવામાં આવે તેવી વાહન ચાલકોની તેમજ સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે.