સંજેલી નગર સહિત તાલુકામાં લોકો જનતા કર્ફ્યુમાં જોડાઈ સજ્જડ બંધ પાળ્યું
શાકભાજી કરિયાણા મેડિકલ સ્ટોર અનાજ માર્કેટ, ચાની કીટલી, પાનના ગલ્લાઓ સદંતર બંધ
(પ્રતિનિધિ) સંજેલી, પ્રધાનમંત્રી મોદીના જનતા કર્ફ્યૂના આહવાનને પગલે સંજેલીગામ સહિત તાલુકામાં સવારે ૭થી રાતના ૯ કલાક સુધી લોકો ધંધા રોજગાર બંધ રાખી લોકો ઘરમાં રહ્યા હતા . જનતા કર્ફ્યુ માં જોડાયા હતા જેના પગલે સંજેલી સહિત તાલુકાના રસ્તાઓ સુમસાન જોવા મળ્યા હતા .કારોના સંક્રમણને રોકવા માટે પીએમ મોદીના સ્વયંભુ જનતા કર્ફ્યુના આહવાનને સંજેલી તાલુકામાં સ્વયંભુ પ્રચંડ જન સમર્થન. અમદાવાદ સહિત રાજ્ય ના મોટા શહેરોમાં પગ પેસારા થી રાજ્ય સરકારની અને સ્થાનિક મંડળોની ઊંઘ હરામ કરી નાખી છે .ત્યારે દેશભરમાં વ્યાપક બની રહેલા કોરોના વાયરસની પ્રસાર સાકર તોડી નાખવા પીએમ મોદી દ્વારા રવિવારે સવારે ૭થી રાતના ૯ વાગ્યા સુધી દેશભરમાં જનતા કરફ્યુની આહવાન કર્યું છે ત્યારે આહવાનને પગલે સંજેલી તાલુકામાં રવિવારના રોજ સવારે ૭થી તાલુકાના લોકો જનતા કર્ફ્યૂમાં જોડાઇ શાકભાજી કરિયાણા મેડિકલ સ્ટોર અનાજ માર્કેટ ચા પાનના ગલ્લા ખાણીપીણી બજાર સહિત ની હાટડીઓ સંયમબુ બંધ જોવા મળી હતી. લોકો જનતા કર્ફ્યૂ ના સમર્થનમાં માં જોડાયા હતા .સ્વયંભુ બંધ પાળી સો ટકા પીએમ નરેન્દ્ર મોદીના આહવાનને પ્રતિસાદ આપ્યો હતો .અને લોકો ઘરમાં જ રહ્યા હતા .જેને લઇ સંજેલી સહિત તાલુકાના રસ્તાઓ સુમસાન જોવા મળ્યા હતા .રવિવારે નક્કી થયેલા લગ્ન પ્રસંગો શનિવારના મોડી સાંજ સુધી એક બીજા ની સમજૂતીથી પૂર્ણ કરી દીધા હતા.ગોવિંદા લતળાઈ ખાતે ચર્ચમાં યોજાતી દર રવિવારની પ્રાર્થના સભા પણ ૨૯ તારીખ સુધી મોકૂફ રાખવામાં આવી છે.પીએમ મોદીના જનતા કર્ફ્યૂના આહવાનને સંજેલી તાલુકામાંથી સો ટકા જન સમર્થન મળ્યું હતું .
જનતા કર્ફ્યુ ને લઈને ગ્રામ્ય વિસ્તારમાં લોકો મા કારોના ડર ને લઈને સરકાર દ્વારા ૨૫ જેટલા હેલિકોપ્ટર દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવશે તેવી લોકોમાં અફવા ચાલી રહી છે .જેને કારણે સવારથી જ ગ્રામ્ય વિસ્તારના લોકો ઘરની બહાર નીકળવા માટે ગભરાઇ રહ્યા હતા .તેમજ ગ્રામ્ય વિસ્તારમાં નાની મોટી દુકાનો પણ સદંતર બંધ જોવા મળી હતી .*