સંજેલી પંચાયત દ્વારા રોડ પર પાણી કાઢનારઓને નોટિસ આપવા ગલ્લાં તલ્લાં
સંજેલી સરપંચ વોટ મેળવવા માટે લોકોને પડતી હાલાકી બાબતે મોં સીવી બેઠાં છે.
સંજેલી ચામડીયા ફળિયાના રહેણાંક મકાનના પાણી રોડ પર તળાવની જેમ ફરી વળ્યા લોકોને હાલાકી.
પ્રતિનિધિ સંજેલી ફારૂક પટેલ: સંજેલી પંચાયત દ્વારા જાહેર રોડ પર ગંદુ પાણી કાઢનાર મકાન માલિકો સામે કાર્યવાહી કરવા માટે નોટિસ આપવા ગલ્લાંતલ્લાં જ્યારે સરપંચ પોતાના વોટ બેંક માટે લોકોને પડતી હાલાકી આ બાબતે કંઈ પણ કહેવા તૈયાર નથી. જેથી ચામડીયા ફળિયામાં મકાનના પાણી રોડ પર તળાવ બન્યું વાહનચાલકો તેમજ રસ્તા પરથી પસાર થતા રાહદારીઓને હાલાકી.
સંજેલી ખાતે આવેલા ચામડીયા ફળિયા વિસ્તારમાં ચાર દિવસ અગાઉ તલાટી સરપંચ દ્વારા રોડ પર થયેલી ગંદકી દૂર કરાવી હતી અને ચામડી ફળિયા વિસ્તારના મકાન માલિકોને સરપંચ અને તલાટીઓ દ્વારા ઘરેઘરે ફરી રોડ પર મકાનનું ગંદું પાણી ન કાઢવા માટે સુચના આપી હતી અને જો કોઈ કાઢવામાં આવશે તો કાયદેસર ની કાર્યવાહી કરવા માટે પણ મૌખિક રજુઆત કરવામાં આવી હતી.અને તાત્કાલિક બુધવારના રોજ નોટિસ ફટકારવાની પણ વાત કરી હતી પરંતુ સરપંચ અને તલાટી પાણીમાં બેસી ગયા હોય
તેમ માથાભારે મકાન માલિકને નોટિસ ન ફટકારી અને કોઇ કાર્યવાહી ન કરાતા હાલ આ રસ્તા પર રહેણાક મકાનોના ગંદા પાણી ફરી વળતા તળાવની જેમ પાણી ઉભરાવા માંડયુ છે.જેથી વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને સાથે સાથે મચ્છર જન્ય રોગો ફાટી નીકળે તેવી પણ દહેશત સેવાઈ રહી છે.ત્યારે વહેલી તકે આ બાબતે તાલુકા અને જિલ્લા અધિકારી દ્વારા જાત મુલાકાત લઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી રાહદારીઓની માંગ ઉઠવા પામી છે.
બે દિવસ અગાઉ ચામડીયા ફળિયામાં રોડ પર પાણી કાઢનાર ૧૫ જેટલા તમામ મકાન માલિકના ઘરે ઘરે ફરી જાહેર રોડ પર પાણી ન કાઢવા સુચના આપી હતી.અને નોટિસ આપવાનું નક્કી કર્યું હતું તેમ છતાં પણ બંધ ન થતું આજે શુક્રવારના રોજ નોટીસો આપવાની કામગીરી હાથ ધરાઇ છે. તલાટી કમ મંત્રી વિજયસિંહ રાઠોડ સંજેલી.
તસવીર ફારૂક પટેલ સંજેલી