Western Times News

Gujarati News

સંજેલી પોલીસ ની બાઈક ચાલકો સામે લાલ આંખ ત્યારે ખાનગી પેસેન્જર વાહનો સામે રહેમ નજર

બાઈક ચાલકો સામે જાહેરનામાની કાર્યવાહી જ્યારે ખાનગી પેસેન્જર ચાલકો ને ઘી કેળા.

ઠેર ઠેર પોલીસ પોઇન્ટ પર જતા આવતા ખાનગી વાહનોમાં ઘેટા બકરાની માફક પેસેન્જર સવારી 

પ્રતિનિધિ સંજેલી  ફારૂક પટેલ: સંજેલી પોલીસ દ્વારા રેન્જ આઇજીની ઓચિંતી મુલાકાત બાદ સફાળી જાગેલી પોલીસ તંત્રએ ટાર્ગેટમાં ચક્કરમાં બાઈકચાલકોને એનકેન પ્રકારે ગમે તે બહાને દંડ કે મેમો આપવામાં આવતા બાઈક ચાલકોમાં રોષ ઘેટા બકરાની જેમ પેસેન્જરો બેસાડી ફરતા ખાનગી વાહન ચાલકો સામે પોલીસની રહેમનજર..

સંજેલી નગરમાં જાણે બાઈકચાલકો  વાઇરસને ફેલાવતા હોય તેમ રેન્જ આઇજીની આકસ્મિક મુલાકાત બાદ સફાળી જાગેલી પોલીસ તંત્ર દ્વારા  ટાર્ગેટના ચક્કરમાં બાઈક ચાલકોને દંડવામાં આવી રહ્યાં છે.માસ્ક પહેર્યું હોય તો પણ કાગળોના ચક્કરમાં ફસાવી બાઈક જમા કરી મેમો આપવામાં આવતા વાહન ચાલકો માં રોષ.મેમો ભરવા જિલ્લા સુધીનો ધક્કો ખાવા મજબુર બન્યા નાના વાહન ચાલકો એક તરફ પ્રજા ધંધા રોજગારથી પીડાઈ રહી છે

ત્યારે બીજી તરફ મેમા થી ચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે. સંજેલીથી ગ્રામ્ય વિસ્તારમાં  દોડતા ખાનગી વાહન ચાલકો ઘેટા બકરાની માફક પેસેન્જર બેસાડી જાહેરનામાનો ભંગ સહિત મોતને આમંત્રણ આપતા  વાહનોને કેમ તંત્ર દ્વારા છાવરવામાં આવે છે તો શું આ વાહનોને નિયમો લાગુ પડતા નથી  ? માત્ર બાઈક ચાલકોને જ કેમ ટાર્ગેટ બનાવવામાં આવે છે  નગરમાં મોટાભાગના મુખ્ય માર્ગ પર ફરજ પરના જવાનો નો પોઈન્ટ મુકવામાં આવ્યો છે તેમજ પોલીસ વાહન પણ આંટાફેરા મારતા હોય છે

તેમ છતાં પણ આવા ઘેટા બકરાની જેમ પેસેન્જર લઈ બજારમાંથી પસાર થતી આ ખાનગી વાહનચાલકોને કેમ છાવરવામાં આવે છે કે પછી તંત્ર અને વાહનચાલકોમાં વહીવટની આપલે કરવામાં આવે છે કે કેમ ? તે બાઈક ચાલકોમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે.

લાગવગ અને માથાભારે લોકો ની બાઈક છોડી મુકવામાં આવે છે જ્યારે ગરીબ અને લાગવગ ન ધરાવતા બાઈક ચાલકોને દંડવામાં આવે છે. માસ્ક વગર ઝડપાયેલા બાઇક ચાલકોને દંડ ને બદલે મેમો આપવામાં આવે છે માસ્ક પહરેલા ને મો બતાવ કહી દંડ ફટકારવામાં આવે છે આવી પણ લોકોમા ચર્ચાએ જોર પકડયું છે.

તસવીર ફારૂક પટેલ સંજેલી 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.