સંજેલી બસ સ્ટેશન પર જાહેર માર્ગમા ગટર લાઇન પર નાખેલું ચેમ્બર જોખમી
રોડ થી ૧ ફૂટ ઊંચું ચેમ્બર બનાવતાં વાહન ચાલકો ને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.
સંજેલી બસ સ્ટેશન આદિવાસી ચોક વિસ્તારમાં લોક ડાઉન દરમિયાન પંચાયત તંત્ર દ્વારા પોલીસ સ્ટેશન પાસેથી સંતરામપુર ચોકડી સુધી નાળા નાખી અંડર ગ્રાઉન્ડ ગટર બનાવવામાં આવી હતી.ગટરની સાફ સફાઇ રાખવા બનાવેલા ચેમ્બર રોડથી લગભગ ૧ ફૂટ ઉંચુ બનાવતા કાર ચાલક તેમજ બાઈકચાલકોને પસાર થવું મુશ્કેલ બન્યું છે
મુખ્ય રોડ વચ્ચે જ આ ચેમ્બર ઊંચો બનાવતા વાહન ચાલકો માટે જોખમી સમાન ઊભેલું આ ચેમ્બર ના કારણે કોઈ વાહનને અકસ્માત સર્જાય તે પહેલા તેની યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિક લોકો તેમજ ગ્રામજનોને અને વાહનચાલકોની માંગ ઉઠવા પામી છે.
જવાબ- સંજેલી બજારની વચ્ચોવચ ગાડીઓની અવરજવર ચાલુ હોય આટલુ ઉચુ મોટું ચેમ્બરનું ઢાકણ મેલી શું લોકોના એક્સિડન્ટ કરવાના કે પછી ગામનો દેખાવો કરવાનો કે પછી ગામની ખરાબી કરવા બેઠા છે.વચ્ચોવચ આટલું ઓછું ચેમ્બર બનાવ્યું છે તે બિલકુલ ખોટું છે .અવાર નવાર બસો તેમજ અન્ય વાહનોને અવરોધરૂપ થતું આ ચેમ્બર તાત્કાલિક અહીંયાથી દૂર કરવાની માંગ છે. -સ્થાનિક દુકાનદાર આસારામ સિંધી