સંજેલી મુખ્ય માર્ગ પર મોર કળા કરતો જોઈ આવતા જતા લોકો જોવા માટે થોભી ગયા
પ્રતિનિધિ સંજેલી ફારુક પટેલ: સંજેલી તાલુકામાં મોટાભાગના જંગલ વિસ્તારો આવેલા છે ત્યારે કોટા ભામણ મુખ્ય રોડ પર મંગળવાર ના રોજ રાષ્ટ્રીય પક્ષી ગણાતો મોર રંગબેરંગી પંખ ને ઉંચી કરી કળા કરતો હતો તે દરમિયાન આસપાસ ડેલો થનગનાટ કરતાં જોવા મળતા રસ્તા પરથી અવરજવર કરતા લોકો તેમજ વાહનચાલકો જોવા માટે થોભી ગયા હતા.
જાણકારોએ જણાવ્યું હતું કે વરસાદ આવે અને મોર ટહુકે ટહુકે ગાય છે તેના માથે સુંદર કલગી છે એને સરસ્વતી માતાનું વાહન કહેવામાં આવે છે સાથે તે ભગવાન શિવ પાર્વતી ના પુત્ર અને ગણપતિના મોટાભાઈ કર્તિકેયનું વાહન છે.આમ રોડ પર જ મોરને કળા કરતો જોઈ લોકોમાં ભારે આનંદ જોવા મળ્યો હતો .