સંજેલી રણુજા ધામ પાસે ધર આગણે બાંધેલ બકરીઓ પર દીપડાનો હુમલો
દીપડાએ હુમલો કરતાં સ્થાનિકો અને આશ્રમ શાળાના બાળકોમાં ફફડાટ
પ્રતિનિધિ સંજેલી ફારૂક પટેલ : સંજેલી રણુજા ધામ આશ્રમ શાળા રહેણાક વિસ્તાર માં ઘર આંગણે બાંધેલા બે બકરાનું વહેલી સવારે દીપડાએ હુમલો કરી દોરી સાથે ખેતરમાં ઘસડી મોત નિપજાવી દીપડો ફરાર થઈ સ્થાનિક લોકો અને આશ્રમ શાળાના બાળકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો વન વિભાગ ને જાણ થતાં સ્થળ પર જઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી
સંજેલી ભગત ફળિયામાં આવેલા રણુજા ધામ પાસે રહેતા કમલેશભાઇ દલસુખભાઇ ચારેલ ના ઘર આંગણે ડોરઅને બકરીઓ બાંધી હતી ત્યારે આજે વહેલી સવારે 5 વાગ્યે અચાનક એક દીપડો આવી ઘર આપણે બાંધેલી બે બકરીઓને દોરી સાથે ગવ મકાઇ ના ખેતરમાં ઘસડી લઈ જઇ મારણ કરી નાસી ગયો હતો જેની સવારમાં જાણ થતાં સ્થાનિક લોકોમાં તેમજ આશ્રમ શાળાના બાળકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો વન વિભાગને જાણ કરાતા વનવિભાગ ઘટની ટીમ દોડી આવી હતી
અને બન્ને બકરાના મુદ્દે ને પીએમ માટે પશુ દવાખાને મોકલી આપી હતી દીપડો ક્યાંથી આવ્યો હતો અને ક્યાં ગયો તેના પગલાંના આધારે સ્થળની તપાસ કરી આગળની તીજ હાથ ધરી છે જવાબ મોટાભાગે દીપડાઓ શિકાર કરે છે ત્યારે માથાના ભાગે જ પકડે છે અને તેમાંથી તેનું ખૂન ચુશી નાસી જાય છે અને ફરી મોકો મળે ત્યારે પાછાઆવિ તેને ચીરી નાખે છે બંને બકરાનું પંચકેસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે (RFO સંજેલી રાકેશ જે વણકર)