સંજેલી વકીલ મિત્રોએ કોર્ટ પર લાલ પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો
પ્રતિનિધિ સંજેલી: તીસહજારી કોર્ટે પરિસરમાં દિલ્હી પોલીસ દ્વારા વકીલો પર લાઠીચાર્જ અને ગોળીબાર કરવામાં આવતા આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી તાલુકા તેમજ જિલ્લા કોર્ટોમાં મંડળોને વિરોધ પ્રદર્શન માટે આદેશ કરતા બાર એસોસિએશનના આદેશ મુજબ સંજેલી તાલુકા બાર અેસોસિઅેસન વકીલ મંડળો દ્વારા દિલ્હી ખાતે બનેલા ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી 6 ને બુધવાર ના રોજ લાલ પટ્ટી ધારણ કરી ઇમરજન્સી કેસ સિવાય અન્ય કેસથી અળગા રહ્યા હતા સંજેલી ખાતે લાલ પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કરતાં વકીલો નજરે પડે છે