સંજેલી સુલિયાત રસ્તાની કામગીરીની મુદ્દત પૂર્ણ છતાં કામગીરી અધૂરી

રોડ પર જ ગ્રેવલના ડગલા અને સાઇટો પર ખાડાના કારણે વાહન ચાલકોને હાડમારી.
પ્રતિનિધિ સંજેલી: સંજેલી સુલિયાત નવાગામ સુધી રસ્તાની કામગીરીની મુદ્દત પૂર્ણ છતાં કામગીરી અધૂરી રહેતા સ્થાનિક લોકો તેમજ વાહનચાલકોને ભારે હાલાકી.વહેલી તકે રસ્તાની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે.
સંજેલી સૂલીયાત થઈ ગોધરા મુખ્ય માર્ગને જોડતો નવાગામ ટેકરા સુધી ડામર રસ્તાની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા શરૂ કરવામાં આવી હતી.પરંતુ મંથર ગતિએ કામગીરી કરતા મુદ્દત પૂર્ણ થઇ ગઇ છતાં પણ રસ્તાની કામગીરી અધૂરી રહેતા રસ્તા પર ઠેર ઠેર ગ્રેવાલના ઢગલા તેમજ સાઇટ પર રસ્તો પહોળો કરવા માટે ખોદેલા ખાડા ની કામગીરી પૂર્ણ ન થતા હાલ આ રસ્તા પર વાહન ચાલકોને પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ભંગાર રસ્તાને કારણે વાહનો માં નાની મોટી ભાગ તૂટી અને સમય વેડફાતો હોય છે.હાલ તો છેલ્લા કેટલાય દિવસોથી આ માર્ગની કામગીરી બંધ થતાં અધૂરી કામગીરી ને કારણે વાહનોની અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વહેલી તકે આ માર્ગની કામગીરી શરૂ કરવામાં આવે તેવી સ્થાનિક પ્રજાની તેમજ વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે.
સંજેલીથી સૂલીયાત માર્ગ પર માંડલી ગામે માજી તાલુકા પ્રમુખ તેમજ સંજેલી તાલુકા પાર્ટી પ્રમુખ અને જિલ્લા ચેરમેન નું નિવાસ સ્થાન આવેલું છે જેના કારણે જિલ્લા તેમજ તાલુકાની પ્રજાને અવારનવાર વિકાસના કામો માટે જરૂરત પડતી હોવાથી આંટાફેરા મારવા પડે છે.ત્યારે રસ્તાની અધૂરી કામગીરીને લઇ લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
૧ જવાબ નવાગામ થી સંજેલી તરફ ૬ કિલોમીટર માર્ગની કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ લગભગ ત્રણ ચાર માસથી કામગીરી બંધ કરાતા આ માર્ગ પરથી પસાર થવું માથાના દુખાવા સમાન બન્યું છે.ત્યારે વહીવટી તંત્ર દ્વારા આવા લેભાગુ કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરી બ્લેક લિસ્ટમાં મુકવામાં આવે તેવી માંગ છે.
સ્થાનિક આગેવાન માંડલી અમરસિંહ બામણીયા
૨ જવાબ નવાગામ ટેકરા થી સંજેલી તરફ ૨ કરોડના ના ખર્ચે રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ વરસાદ પડવા થી કે રોગચાળો વધવાથી મજુરો જતા રહ્યા છે.જેના કારણે કામગીરી બંધ છે. રસ્તાની કામગીરીની મુદ્દત પૂર્ણ થઈ ગઈ છે તેમજ નવી મુદત લંબાવવામાં આવી છે કામગીરી પૂર્ણ થયા બાદ દંડ કરવામાં આવશે.મહામારિ ને કારણે કોન્ટ્રાક્ટરના મજૂરો આવતા નથી જેના કારણે કામગીરી બંધ છે.દરરોજ કોન્ટેક્ટ કરું છું એક બે દિવસમાં કામગીરી શરૂ થઇ જશે. સ્ટેટ હાઇવે કાર્યપાલક અધિકારી શાંતિલાલ ચંદાણા