સંતરામપુરના ટીમલા ગામે 1.80 કરોડ ના ખર્ચે નવીન ડામર રોડ નું ખાતમુહૂર્ત
સંતરામપુર તાલુકાના ટીમલા ગામે મંત્રી કુબેરભાઈ ડિડોરના હસ્તે 1.80 કરોડ ના ખર્ચે નવીન ડામર રોડ નું ખાતમુહૂર્ત
મોડાસા, આજરોજ સંતરામપુર તાલુકાના ટીમલા ગામે સંતરામપુર ના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર ના અથાગ પ્રયત્નો થકી જ્યાં રસ્તો શક્ય ન હતો ત્યાં રસ્તો મંજુર કરી આજરોજ 1.80 કરોડ ના ખર્ચે નવીન ડામર રોડ નું ખાતમુહર્ત કરવામાં આવ્યું.
મંત્રીશ્રી દ્વારા ગામના શિરો નું પણ પૂજન કરવામાં આવ્યું.આ પ્રસંગે જિલ્લા પંચાયત ના સભ્ય સુમનબેન તથા સંતરામપુર તાલુકા મંડળ પ્રમુખ બળવંતભાઈ પટેલીયા સંતરામપુર તાલુકા પંચાયત પ્રમુખ શારદાબેન પટેલીયા તથા માનસિંગભાઈ તથા મોટી સંખ્યામાં ગામના આગેવાનો હાજર રહ્યા.
ગામલોકો દ્વારા મંત્રીશ્રી નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું