સંતરામપુરમાં પોલીસે રેડ કરીને આઠ નબીરાઓને રોકડ સહિત ઝડપ્યા
સંતરામપુર નગરના સોસાયટી વિસ્તારમાં ઘર ભાડે રાખીને કેટલાક સમયથી માથાભારે અસામાજિક લોકો ભેગા મળીને જુગાર રમતા હોવાનું જણાતા પોલીસે રેડ કરીને આઠ નબીરાઓને રોકડ સહિત ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
સંતરામપુર નગરમાં કોરોના નો ડર લોકોને ડરાવી રહ્યો છે લોકો lockdown ના કારણે ઘરોમાં છે તેવા સમયે કેટલાક લોકો ભેગા મળીને જુગાર જેવી અસામાજીક પ્રવૃત્તિ કરતાં ઝડપાઈ ગયા છે સંતરામપુરના સોસાયટી વિસ્તારના પાછળના ભાગમાં આવેલા એક મકાન ને ભાડે રાખીને સલીમ કોઠારી અને મનોજ ભુનેતરનાઓ લોકોને ભેગા કરીને જુગાર રમાડતા હતા.
તે બાબતની સોસાયટીના રહીશોએ એક રાજકીય અગ્રણીને જાણ કરતા તેઓએ સંતરામપુર પોલીસને આ બાબતની હકીકત જણાવતા સંતરામપુર પોલીસે ઘટનાસ્થળે રેડ કરતા ૧.કિરીટ ગેમાભાઇ ડામોર. ૨ .સલીમ સફી કોઠારી. ૩. મહેશ રમણીક સોની. ૪. ઈશાક ગુલા મ હરૂડ. પ. ઝાકીર સબીર કોઠારી. ૬. અઝરુદ્દીન કોઠારી. ૭. રામચંદ્ર વાડીલાલ ડબગર તથા. ૮. દક્ષેશકુમાર વિનોદચંદ્ર કલાલ જુગાર રમતા ઝડપાયા હતા.
જેમાં દક્ષેશ વિનોદચંદ્ર કલાલ નામના યુવાન જુગારના રવાડે ચડી જતા લોકો પાસેથી લાખો રૂપિયા ઊંચા વ્યાજે નાણાં મેળવ્યા હતા જે ચૂકવવા માટે તેનું ઘર ઉંચી કિંમતે ગીરવે મુકવું પડ્યું છે…. તેમ છતાં પણ આ યુવાન જુગાર રમતા ઝડપાયો હતો. યુવાન વ્યાજના ચક્કરમાં ધંધા રોજગાર વગરનો થઈ ગયેલ છે તેની હોટેલ જેવી વિશાળ જગ્યા ગીરો આપી દેવી પડેલ છે તે યુવાન પણ આજે જુગાર રમતા ઝડપાયો હતો.
સંતરામપુર નગરમાં જુગારીયાઓ ઝડપાતા તેઓને છોડવા માટે કેટલાક કહેવાતા અગ્રણીઓ પોલીસ સ્ટેશન પહોંચી જતા પોલીસે તેઓ સામે પણ લાલ આંખ કરતા તેઓ દો-તીન-ગયરા થઇ ગયા હતા . છેલ્લા કેટલાક સમયથી સોસાયટી વિસ્તારના આ ઘરમાં અસામાજિક પ્રવૃત્તિ થતી હોય આ વિસ્તારમાં સોસાયટીના લોકો માં આક્રોશ જોવા મળતો હતો. જે બાબતની જાણ રાજકીય અગ્રણી થતાં તેઓએ પોલીસને આ હકીકત જણાવતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને રેડ કરતા જુગારીયાઓ ઝડપાઈ ગયા હતા અગ્રણીએ નગરમાં અન્ય સ્થળે પણ દારૂ-જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિ બંધ કરાવા જણાવેલ હતું (ઇન્દ્રવદન પરીખ, સંતરામપુર)