સંતરામપુરમાં વિદ્યાર્થીને આચાર્યએ ઢોરમાર મારતાં વાલીઓમાં રોષ

(પ્રતિનિધિ) ગોધરા, સંતરામપુર એસ પી હાઈસ્કૂલમાં માસૂમ વિદ્યાર્થીના નિદોર્ષ ધીંગામસ્તી જાણે કે એક ગંભીર અપરાધ હોય એમ શાળા ના આર્ચાર્ય બાબુભાઇ પટેલે ધોરણ -૧૧મા અભ્યાસ કરતા એક માસૂમ આદિવાસી વિદ્યાર્થી ને પોતાની ઓફીસ મા પૂરી લાકડી થી જબરદસ્ત ફટકારવાના આર્ચાર્ય ના આ ર્નિદયી કૃત્ય નો મામલો ફરીયાદ દાખલ કરવાની અરજી સ્વરૂપ મા સંતરામપુર પોલીસ મથક મા પહોચતા શૈક્ષણિક આલમ મા ભારે ચકચાર પ્રસરી જવા પામી છે એટલા માટે કે ભોગ બનનાર આ વિદ્યાર્થીએ આચાર્ય બાબુભાઇ પટેલ નશા ના ચૂર હોવાના આક્ષેપો કર્યો છે.
સંતરામપુર એસ.પી.હાઈસ્કૂલ મા શનિવારના રોજ માસૂમ વિદ્યાર્થીઓ ને હચમચાવી દે એવી આર્ચાર્ય બાબુભાઇ પટેલ ની હીટલરશાહી જેવા વર્તન ના કિસ્સા ની વિગત એવી છે કે માસૂમ વિધાર્થીઓ અંદરો-અંદર મસ્તી કરી રહ્યા હતા
આ દ્રશ્ય જાેયા બાદ આર્ચાર્ય બાબુભાઇ પટેલે ધોરણ-૧૧ મા અભ્યાસ કરતા માલવણ ગામના આદિવાસી પરીવાર ના માસૂમ વિદ્યાર્થી ને પોતાની ચેમ્બર મા બોલાવી ને દરવાજા બંધ કરીને લાકડીઓ ના જબરદસ્ત ફટકા થી ર્નિદય રીતે ફટકારતા આ વિર્ધાર્થી ની ધ્યનીય ચીસો થી સમગ્ર હાઈસ્કૂલમાં ભય નો સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો.
આચાર્ય બાબુભાઇ પટેલ ના માસૂમ વિદ્યાર્થી ની જાણે કે ગંભીર ગુના નો અપરાધી હોય એવા ગુજારેલા અમાનવીય અત્યાચાર ના લીધે વિર્ધાર્થી ના શરીર ઉપર લોહીના નિશાનો પણ ઉપસી આવ્યા હતા.માસૂમ વિર્દ્યાર્થી ઉપર ગુજારવામાં આવેલા જાતિય અત્યાચાર ના પગલે વિર્ધાર્થીની માતા ગુડ્ડીબેન આચાર્ય બાબુભાઇ પટેલ સમક્ષ રજૂઆત કરવા આવતા ‘ઉલ્ટા ચોર કોટવાલ કો દંટે’ આ કહેવત મુજબ આચાર્ય બાબુભાઇ પટેલ જાે ફરીયાદ કરશો
તો તમારા બાળકનુ ભવિષ્ય બગાડી નાંખીશ અને સર્ટિફિકેટ આપી ને સ્કૂલ માથી બહાર કાઢી મુકીશ ની ધમકીઓ માતા ને આપી હતી .જાે કે આચાર્ય બાબુભાઇ પટેલ ની ધમકીઓ થી ગભરાવાને બદલે વિર્ધાર્થી ઉપર અત્યાચાર ગુજારનાર આચાર્ય બાબુભાઈ પટેલ સામે ફરિયાદ દાખલ કરાવવા માટે પરીવાર વિદ્યાર્થી ને લઈ ને સંતરામપુર પોલીસ મથક મા જઈ ને ઈજાઓ ના નિશાન બતાવી ને ફરિયાદ દાખલ કરવા અરજી આપતા ભારે ચકચાર પ્રસરી જવા પામી છે.
વિર્દ્યાર્થી એ આપેલ આ અરજી મા આચાર્ય બાબુભાઇ પટેલ નશા મા હોવાનો આક્ષેપ પણ કર્યૉ હતો.જાે કે આદિવાસી પરીવાર ના માસૂમ વિર્દ્યાર્થી ને ર્નિદયતાપૂર્વક ફટકારવાના આચાર્ય બાબુભાઇ પટેલ ના કૃત્યો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવાના બદલે માત્ર અરજી સ્વીકારી ને સંતરામપુર પોલીસ તંત્ર એ વિર્દ્યાર્થી ને રવાના કરી દિધો હતો.!!