સંતાનની લાલચમાં પતિએ પત્નીને તાંત્રિકના હવાલે કરી
પત્નીએ તાંત્રિકથી બચાવવા માટે બૂમો પાડી પરંતુ પતિ જાેઈ રહ્યો, મહિલાની ફરિયાદ બાદ પતિ-તાંત્રિકની ધરપકડ
મેરઠ: ઉત્તર પ્રદેશના મેરઠમાં સંતાનની લાલચમાં એક પતિએ શરમજનક કૃત્ય કર્યું હતું. પતિએ પોતાની પત્નીને એક તાંત્રિકના હવાલે કરી દીધી હતી. મંત્ર-તંત્ર દ્વારા બધુ બરાબર કરી દેવાનું કહીને તાંત્રિકે મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. જે બાદમાં મહિલાએ પતિએ અને તાંત્રિક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે પતિ અને તાંત્રિકની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધા હતા. આ બનાવ મેરઠના દિલ્હી ગેટ ક્ષેત્રના પૂર્વ ફૈયાઝ અલીનો છે. અહીં બે વર્ષ પહેલા તાહિરના નિકાહ થયા હતા.
બે વર્ષ સુધી સંતાન ન થવા પર તાહિર અને તેની પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. જે બાદમાં તાહિરે તેના મિત્ર ઇસ્માઇલને આ અંગે જણાવ્યું હતું. ઇસ્માઇલ વ્યવસાયે તાંત્રિક છે. આથી તાહિર તેના મિત્ર એવા તાંત્રિકની મદદથી વિધિ કરીને સંતાન પ્રાપ્તિના સપના જાેવા લાગ્યો હતો. સંતાન સુખ માટે તાહિરે તેની પત્નીને તાંત્રિક પાસે જવા માટે મનાવી લીધી હતી. જે બાદમાં તાંત્રિકે પોતાના ઘરે તાંત્રિક વિધિ કરવાનો ઢોંગ કર્યો હતો. મહિલાનો આરોપ છે કે તાંત્રિકે તંત્ર-મંત્રનો ઢોંગ કરીને બળાત્કારને અંજામ આપ્યો હતો.
દુષ્કર્મ વખતે પત્નીએ તેના પતિને બચાવવા માટે બૂમો પણ પાડી હતી, પરંતુ બેશરમ પતિ ચૂપચાપ બધુ જાેઈ રહ્યો હતો. તાંત્રિકના આવા કૃત્યમાં પતિની સહમતિ હતી. જે બાદમાં મહિલાએ બંને વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે આ મામલે તપાસ કરતા હકીકત સામે આવી હતી. આ મામલે પોલીસે આરોપી તાંત્રિક અને પતિની ધરપકડ કરીને બંનેને જેલમાં મોકલી દીધા હતા.
છત્તીસગઢના ઝાંઝગીર ચાંપા જિલ્લામાં પોલીસે હત્યાનો એક કેસ ઉકેલી નાખ્યો છે. ૧૫ જૂનના રોજ બદૌલા પોલીસ મથક વિસ્તારમાં લૂંટારુઓએ કારમાં સવાર દંપતી સાથે લૂંટફાટ કરીને મહિલાની હત્યા કરી નાખી હોવાનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે દાવો કર્યો છે કે મહિલાનો પતિ જ મુખ્ય આરોપી છે. મૃતક મહિલા દીપ્તિ સોનીના પતિ દેવેન્દ્ર સોનીએ ત્રણ દિવસ પહેલા જ પોતાના મિત્રો સાથે મળીને હત્યાનું ષડયંત્ર ઘડ્યું હતું.
ષડયંત્ર પ્રમાણે પત્નીની હત્યા કરીને પતિએ પોલીસ મથકમાં લૂંટફાટ દરમિયાન હત્યા થઈ હોવાની ફરિયાદ આપી હતી. બિલાસપુરની દીપ્તિ સોનાના લગ્ન બિલાસપુરમાં જ રહેતા દેવેન્દ્ર સોની સાથે થયા હતા. લગ્નના અમુક વર્ષ પછી બંને વચ્ચે ચારિત્ર્યને લઈને ઝઘડા થવા લાગ્યા હતા. જે અંતર્ગત દેવેન્દ્ર તેની પત્નીને પિયરમાં પણ જવા દેતો ન હતો. ચારિત્ર્ય પર શંકા રાખીને તેણે આખરે પત્નીની હત્યાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. આ પ્લાનમાં દેવેન્દ્રના મિત્રોએ પણ તેને મદદ કરી હતી.