સંતાન નહીં થતા વ્યથિત પરિણીતાની આત્મહત્યા
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં અનલોક દરમિયાન આત્મહત્યાની ઘટનાઓમાં ચોંકાવનારો વધારો થયો છે જેના પગલે રિવરફ્રંટ સહિતના વિસ્તારોમાં પોલીસનું સઘન પેટ્રોલીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે આ પરિસ્થિતિમાં શહેરના ઓઢવ વિસ્તારમાં એક પરિણિતાએ નિસંતાન હોવાથી મનમાં લાગી આવતા પોતાના ઘરમાં જ ફિનાઈલ પી ને આત્મહત્યા કરી લેતા સનસનાટી મચી ગઈ છે આ ઉપરાંત શહેરના વાસણા વિસ્તારમાં પણ એક યુવકે પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં રીંગરોડ પર આવેલી ગજરાવાડીની ચાલીમાં રહેતા ધર્મેન્દ્રભાઈ ચૌહાણ નામના યુવકના લગ્ન મીથીલેશ નામની યુવતિ સાથે થયા હતા લગ્નજીવનના થોડા વર્ષો વિત્યા બાદ પણ આ દંપતિને સંતાન નહી થતાં મિથીલેશ માનસિક રીતે ખૂબજ ત્રસ્ત જણાતી હતી આ દરમિયાનમાં ગઈકાલે સાંજે સંતાન નહી થતું હોવાથી મનમાં લાગી આવતા તેણે પોતાના ઘરમાં જ ફિનાઈલ પી લીધુ હતું આ અંગેની જાણ થતાં પરિવારજનો તાત્કાલિક તેને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં તબીબોએ મીથીલેશની સારવાર શરૂ કરી હતી પરંતુ તેની તબીયત વધુને વધુ નાજુક બની ગઈ હતી અને આખરે સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું આ ઘટનાથી સમગ્ર ચાલીમાં શોકની લાગણી છવાઈ ગઈ છે
ઓઢવ પોલીસ પણ આ ઘટનાથી ચોંકી ઉઠી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી પરિવારજનોની પુછપરછ કરતા ઉપરોકત કારણ જાણવા મળ્યુ હતું ઓઢવ પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આત્મહત્યાનો બીજાે બનાવ વાસણા વિસ્તારમાં બન્યો છે વાસણા ગુપ્તાનગર પાસે આવેલી પકોડીવાળાની ચાલીમાં રહેતા વિપુલ વિનોદભાઈ નામના ર૧ વર્ષના યુવકે અગમ્ય કારણોસર ગઈકાલે સાંજના પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
ઘટનાની જાણ થતાં પરિવારજનોએ ભારે કલ્પાંત કરી મુકયુ હતું આ દરમિયાનમાં ઘટનાની જાણ વાસણા પોલીસને કરવામાં આવતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ વિપુલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો પોલીસે સમગ્ર ઘરની તલાશી લીધી હતી
પરંતુ સ્યુસાઈડ નોટ મળી આવી નહી હોવાનું જાણવા મળી રહયું છે. આત્મહત્યાનું કારણ જાણવા માટે પોલીસે પરિવારજનો અને પાડોશીઓની પણ પુછપરછ કરી છે જાેકે હજુ સુધી કારણ જાણવા મળ્યુ નથી આ સમગ્ર ઘટનાની તપાસ વાસણા પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેકટર જે.બી. પરમાર કરી રહયા છે.