સંત સુરમલદાસ મહારાજની સમાધિ મંદિર ધામ વિકસાવવા બીડું ઝડપતા મંત્રી કુબેરભાઈ ડિડોર
(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) અરવલ્લી જિલ્લામાં શામળાજી પંથકમાં લુસાડીયા ખાતે દોઢ સદી પ્રાચિન સમર્થ સંત સુરમલદાસ મહારાજની સમાધિ મંદિર ધામની આજરોજ પ્રભારી મંત્રી ડો. કુબેરભાઈ ડિડૉરે મુલાકાત લઈ એના ગૌરવશાળી ભવ્ય ઇતિહાસને વિશે વિશેષ જાણકારી મેળવી હતી
અને મંત્રી ડો.કુબેરભાઈએ આ સુરમલદાસ મહારાજની સમાધિ મંદિર ધામને વિકસાવવા બીડું ઝડપતા સમગ્ર વિસ્તારમાં ધર્મપ્રેમી જનતા અને સ્થાનિકોમાં આનંદની લાગણી પ્રસરી હતી.
આજે આ ધામમાં આવી સૌ પ્રથમ તેમણે સમાધિ મંદિરે આરતી કરી સંત સુરમલદાસ મજરાજના ગેબી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને અહીં ઉપસ્થિત સૌ નાગરિકો અને આગેવાનોને સંબોધન કર્યું હતું. આ સ્થળને વિકસાવવા માટે સંકલ્પ લઈ સૌને આ કામે લાગી જવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ઉત્સાહી જિલ્લા આયોજન અધિકારી સુરેન્દ્રસિંહ ડાભી સહિત તાલુકાના ટીડીઓ અને અન્ય વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા ભાજપના પ્રમુખ કાંતિભાઈ પટેલ અને ટ્રસ્ટના પ્રમુખ ભોઈ બળવંતસિંહ ધનજીભાઈ તથા
છઠ્ઠી પેઢીના ગાદીપતિ મહેન્દ્રભાઈ શકરાભાઈ ખરડીએ આ ધામના મહિમા વિશે સૌને જાણકારી આપી હતી.અગ્રણી પી.સી.બરંડા, જિલ્લા સદસ્યા નિલાબેન મોડિયા,તાલુકા ભાજપના મહામંત્રીઓ, સરપંચ ઈન્દિરાબેન સુવેરા તેમજ ગોપીચંદ મહારાજ ઉપસ્થિત રહ્યા હતા.