સંદિગ્ધ હાલતમાં જિલ્લા પરિષદની સભ્યની ઝાડ પર દુપટ્ટાથી લટકેલી હાલતમાં લાશ મળી

શિમલા, હિમાચલ પ્રદેશના શિમલામાં સમરહીલમાં ૨૬ વર્ષની જિલ્લા પરિષદની સભ્ય કવિતા કાંટુનું શંકાસ્પદ સ્થિતિમાં મોત થયું છે. યુવતીની લાશ ઝાડ પર લટકેલી હાલતમાં મળી આવી છે. આખો કેસ સંદિગ્ધ લાગી રહ્યો છે. સાથીઓ કહી રહ્યા છે કે કવિતા ઘણી ખુશમિજાજ હતી અને આત્મહત્યા કરી શકે નહીં.
જાણકારી પ્રમાણે કવિતા કાંટુ શિમલા જિલ્લાના રામપુરથી જિલ્લા પરિષદની સભ્ય હતી અને સમહરહિલ સાંગટીમાં રહેતી હતી. ઝાડ પર દુપટ્ટાથી લટકેલી હાલતમાં લાશ મળી હતી. જાેકે સવાલ ઉઠી રહ્યા છે કારણે કે કવિતાના ઘૂંટણ જમીનને અડેલા છે. ઉંચાઇ એટલી નથી કે ત્યાં આત્મહત્યા કરી શકાય.
કવિતાની મિત્ર લતાએ જણાવ્યું કે તે ઘણી ખુશમિજાજ હતી. બે દિવસ પહેલા જ તેની સાથે વાત થઇ હતી. તે તેની સાથે જ હતી. અન્ય એક યુવતી શાલુએ જણાવ્યું કે સોમવારે સવારે ૧૦ કલાકે તે સાથે હતી. તેને જાેઇને લાગ્યું નહીં કે તે સુસાઇડ કરી શકે છે.
સૂત્રોના મતે કવિતાના રૂમમાં એક નોટ પણ મળી છે.આ નોટમાં કવિતાએ કોઇ વ્યક્તિનું નામ લખ્યું નથી. શિમલાના એસપી મોનિકાએ વાતચીતમાં કહ્યું કે ૨૬ વર્ષની યુવતીની લાશ ઝાડ પર લટકેલી હાલતમાં મળી હતી. ફોરેન્સિક ટીમને પણ સ્થળ પણ બોલાવવામાં આવી છે. તપાસ પછી જ જાણ થશે આત્મહત્યા છે કે હત્યા છે.
કવિતા જે ઘરમાં ભાડુઆત તરીકે રહેતી હતી. તે રૂમમાંથી દિવાલ પર એક ચિટ પણ મળી છે. જેના પર અંગ્રેજીમાં કવિતાએ કશુંક લખ્યું છે.
બતાવવામાં આવી રહ્યું છે કે હેન્ડરાઇટિંગ કવિતાની છે. તેને કથિત રીતે સુસાઇડ ચિટ માનવામાં આવી રહી છે.
જાેકે તપાસ અને તથ્યોના આધાર પછી જ બધી ખબર પડશે. જે રીતે કવિતાની લાશ ઝાડ પર દુપટ્ટાથી લટકેલી જાેવા મળી છે તેને જાેઈને કોઇ પણ વિશ્વાસ કરી શકે નહીં કે તેણે આત્મહત્યા કરી છે.
કારણ કે તેના બંને પગે જમીનને અડી જાય છે. આટલી ઉંચાઇથી કોઇ આત્મહત્યા કરી શકે નહીં.કવિતાની ડાયરી, સોનાની ચેઇન અને અન્ય કેટલાક જરૂરી દસ્તાવેજાે પોલીસે કબજામાં લીધા છે અને તપાસ શરૂ કરી છે. એસપીએ ઘટના સ્થળ અને કવિતાની રૂમની મુલાકાત લીધી હતી.HS