સંન્યાસ આશ્રમ સામે અબોલ પક્ષીઓ માટેની પાણીની પરબ તોડી પડાઈ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં નડતર રૂપ દબાણ દૂર કરવા માટે પ્રયત્નશીલ દબાણ ખસેડવાની ગાડીમાં બિરાજમાન સત્તા ની રાજનીતિ કરતા અધિકારીઓમા માનવતા બિલકુલ મૃતપ્રાય દેખાઈ છે.
અમદાવાદમા આશ્રમરોડ પર સંન્યાસ આશ્રમ સામે અબોલ પક્ષીઓ માટે માનવતા દાખવતા નાગરિકો દ્વારા બનાવવામાં આવેલા પાણીના પરબ સમાન સામાન્ય કૂંડા જોઈને સરકારી તાકાત બતાવીને તોડવામાં આવેલ છે સામાન્ય નાગરિક સમુદાય સામે સરકારી સિસ્ટમ વહીવટી અઘિકારીઓ મનસ્વી વલણથી કાર્યરત છે જ્યાં મર્દાનગી દાખવવાની જરૂરિયાત છે ત્યાં દબાણ ખસેડવાની ગાડીમાં બિરાજમાન અધિકારી જતા ભયભીત થઈ જાય છે.
અમદાવાદમા આશ્રમરોડ પર સંન્યાસ આશ્રમ સામે એલ આઈ સી ઓફિસ પાસે કબૂતર માટે નાનું પાણીયારો તોડી નાખી સરકારી સિસ્ટમ વહીવટી અઘિકારીઓ દબાણ ખસેડવાની ગાડીમાં બિરાજમાન અધિકારીઓ કેટલી હદે નિષ્ઠૂર છે તેની બોલતી તસ્વીર જોઈ શકાય છે ભૌતિકવાદી જાહોજલાલી અને પબ્લીસીટી સ્ટંટ શોખિન સત્તાપક્ષ ના સૂત્રધાર મુખ્યત્વે માણસાઈ દાખવે તેવી શક્યતા નથી કારણ કે દબાણ ખસેડવાની ગાડીમાં બિરાજમાન અધિકારી ભાજપ સરકાર ના સરકારી સિસ્ટમ પર કાર્યરત છે
દબાણ ખસેડવાની ગાડીમાં બિરાજમાન અધિકારીઓમાં નગર વિકાસ માટે અડચણ ઊભી કરતા પરિબળો સામે મર્દાનગી દાખવવાની તાકાત સામર્થ્યવાન ગુણધર્મ ધરાવતા સત્તાધિશો દેખાય તો જણાવવા સૂચન અમે દબાણ ખસેડવાની ગાડીમાં બિરાજમાન અધિકારી દ્વારા દબાણ ખસેડવાની તોડફોડ કરવાની હિંમત હોય તો અમે બતાવીએ એવા વિસ્તારમાં દબાણ ખસેડવાની ગાડીમાં બિરાજમાન અધિકારીઓ તોડફોડ કરીને બતાવે સળંગ તોડફોડ કરીને બતાવે તેમ સામાજિક કાર્યકર ગજાનંદ રામટેકરે જણાવ્યુ હતું.