સંપૂર્ણપણે વ્યસન બંધ કરવાને બદલે એનો ઓછો નુકસાનકારક વિકલ્પ ઘણી વાર વધારે સરળ
વર્લ્ડ નો ટોબેકો ડે 2022: પુરાવા-આધારિત વિજ્ઞાન આધારિત નુકસાન ઘટાડવા પર સામાજિક દ્રષ્ટિકોણને સુધારવાની કટિબદ્ધતા
કેટલાંક પગલાં લેવા છતાં દુનિયામાં તમાકુનું સેવન કરતી સૌથી વધુ વસ્તી ધરાવતા બીજા દેશ તરીકે ભારતે તેનું સ્થાન જાળવી રાખ્યું છે.
મુંબઈ: વર્લ્ડ નો ટોબેકો ડે (વિશ્વ તમાકુ નિષેધ દિવસ) 2022 પર આયોજિત ઇટી કન્ઝ્યુમર ફ્રીડમ કોન્ક્લેવમાં ઉપભોક્તાની સ્વતંત્રતા અને ઉપભોક્તા વિકલ્પો સાથે સંબંધિત ચર્ચાવિચારણાને આગળ વધારવાના તથા પ્રતિબંધને બદલે નુકસાન ઘટાડવાની વૈજ્ઞાનિક પદ્ધતિ પર આધારિત પ્રગતિશીલ નિયમનો માટેની જરૂરિયાતના ઉદ્દેશ સાથે
‘રિફ્રેમિંગ સોસાયટલ વ્યૂ ઓન હાર્મ રિડક્શનઃ એ મેડિકલ એન્ડ સાયન્ટિફિક પર્સ્પેક્ટિવ’ થીમ પર રસપ્રદ થોટ લીડરશિપ પ્લેટફોર્મ જોવા મળ્યું હતું. અહીં વિવિધ હિતધારકો વચ્ચે થયેલી ચર્ચાવિચારણામાં નીતિનિર્માતાઓ, વિજ્ઞાન અને ચિકિત્સા, કાયદો, થિંક ટેંક અને ઉપભોક્તા સંગઠનો એમ તમામ વિષયોના પ્રસિદ્ધ નિષ્ણાતોની ભાગીદારી જોવા મળી હતી.
પ્રથમ પેનલે ‘અનેબલિંગ ધ શિફ્ટ ટૂ લેસ હાર્મફૂલ અલ્ટરનેટિવ્સ – એવિડન્સ-બેઝ પોલિસી રિકમેન્ડેશન’ (ઓછા નુકસાનકારક વિકલ્પો તરફ પરિવર્તન સક્ષમ બનાવવું – પુરાવા-આધારિત નીતિગત ભલામણો) પર ચર્ચા કરી હતી. નુકસાન ઘટાડવાના વિકલ્પો પર પ્રતિબંધ સાથે ભારત જાહેર સ્વાસ્થ્યની તક ચૂકી ગયા પર કેનેડાની ઓટ્ટાવા યુનિવર્સિટીના લૉ તથા આરોગ્યલક્ષી કાયદા, નીતિ અને નૈતિકતા કેન્દ્રના ફેકલ્ટી ડેવિડ ટી સ્વીનોર જે ડીએ કહ્યું હતું કે,
“આ જાહેર સ્વાસ્થ્યના ક્ષેત્રમાં ચૂકી ગયેલી તક છે. ધુમ્રપાન કરતાં અને એને છોડવા સંઘર્ષ કરતાં લોકો માટે સંપૂર્ણપણે વ્યસન બંધ કરવાને બદલે એનો ઓછો નુકસાનકારક વિકલ્પ ઘણી વાર વધારે સરળ હોય છે. આપણે તેમને વધારે સારાં સ્વાસ્થ્ય માટે વિકલ્પો પ્રદાન કરીને સક્ષમ બનાવવાની જરૂર છે.
એક તરફ ઓછું જોખમ ધરાવતા ઉત્પાદન પર પ્રતિબંધ મૂકવો અને બીજી તરફ વધારે જોખમ ધરાવતા ઉત્પાદનને સંરક્ષણ આપવું – આ વધારે મૃત્યુ અને રોગ માટે જવાબદાર નુકસાનકારક વ્યૂહરચના છે. ઉપભોક્તાઓને સલામત વિકલ્પો પ્રદાન કરવામાં ટેકનોલોજી સંવર્ધન માટે આરએન્ડડી (સંશોધન અને વિકાસ) પર ધ્યાન કેન્દ્રિત કરવું પથપ્રદર્શક છે, જે ઘણા દેશો ધરાવે છે – જ્યાં ઓછું જોખમ ધરાવતા વિકલ્પોની સુલભતાથી ધુમ્રપાનમાં ઝડપથી ઘટાડો થયો છે.”
મલેશિયાના યુકેએમ મેડિકલ સેન્ટરના હોસ્પિટલ મેનેજમેન્ટ એન્ડ હેલ્થ ઇકોનોમિક્સના પ્રોફેસર, ડેપ્યુટી ડીન (રિલેશન એન્ડ વેલ્થ ક્રીએશન), મેડિસિનના ફેકલ્ટી શરીફા એઝાત વાન પુતેહએ ઉમેર્યું હતું કે,“ઉપભોક્તાઓના લાભ પર મજબૂત રીતે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.
નીતિનિર્માતાઓએ વૈજ્ઞાનિક આગેવાનો સાથે જોડાવું જોઈએ, જે તેમને વૈજ્ઞાનિક પુરાવા આધારિત નુકસાન ઘટાડવાના ફાયદા પર ચર્ચા કરવા સક્ષમ બનાવે છે. સલામત વિકલ્પો રાષ્ટ્રીય નીતિ એજન્ડાનો ભાગ બની શકે છે, જેને ઉપભોક્તા અધિકારો અને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય માટેના વિકલ્પોનો ટેકો પ્રાપ્ત હોય છે. આ મહત્વપૂર્ણ બાબત છે કે, આ અંગેની જાણકારી અને જાગૃતિ તમામ હિતધારકો અને જનતા વચ્ચે લાવવી જોઈએ.”
ઓર્થોપેડિક સર્જન અને એસોસિએશન ફોર હાર્મ રિડક્શન, એજ્યુકેશન એન્ડ રિસર્ચના મેમ્બર ડૉ. કિરન મેલ્કોતે ઉમેર્યું હતું કે, “નિકોટિન અને તમાકુ વચ્ચેના જોડાણને તોડવાની જરૂર છે, કારણ કે નિકોટિન પોતે કાર્સિનોજેનિક (કેન્સર માટે જવાબદાર) નથી.
તમાકુના સેવનનો અંત ફરી લોકપ્રિય થઈ રહ્યો છે, પણ અત્યાર સુધી તમાકુની સમસ્યાનું સમાધાન કરવા દુનિયામાં બહુ ઓછી કામગીરી થઈ છે. ભૂતકાળમાંથી વ્યવહારિક અભિગમ શીખવો જોઈએ તથા જીવન બચાવવા અને જીવનની ગુણવત્તા સુધારવા કામ કરીને જાહેર સ્વાસ્થ્યના લક્ષ્યાંક પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આપણને લાંબો સમય નુકસાન ઘટાડવાની બાબતની અવગણના કરવું નહીં પરવડે.”
બીજી પેનલે ‘એમ્પાવરિંગ કમ્યુનિટી એંગેજમેન્ટ – ક્રીએટિંગ કન્ઝ્યુમર-ફ્રેન્ડલી રેગ્યુલેટરી ફ્રેમવર્ક’ (સામુદાયિક જોડાણને સક્ષમ બનાવવું – ઉપભોક્તાને અનુકૂળ નિયમનકારી માળખું ઊભું કરવું) પર ચર્ચા કરી હતી. કેટલાંક પગલાં લેવા છતાં દુનિયામાં તમાકુનું સેવન કરતી સૌથી વધુ વસ્તી ધરાવતા બીજા દેશ તરીકે ભારતે તેનું સ્થાન જાળવી રાખ્યું છે.
એટલું જ નહીં દુનિયામાં ભારત તમાકુનું સેવન છોડવાના દરમાં બીજો સૌથી નીચો દર પણ ધરાવે છે. નિષ્ણાતોએ ચર્ચા કરી હતી કે, ભારતે કેવી રીતે તમાકુના સેવનને નિયંત્રણમાં લેવાની મહત્વપૂર્ણ તક ગુમાવી હોય એવું લાગે છે અને વૈજ્ઞાનિક નીતિ આધારિત માળખું કેવી રીતે દેશને તમાકુમુક્ત દેશના એના લક્ષ્યાંકને કેવી રીતે હાંસલ કરવામાં મદદરૂપ થશે.
આઇએચબીએએસના પૂર્વ ડિરેક્ટર અને સાઇકિયાટ્રીમાં સીનિયર કન્સલ્ટન્ટ પ્રોફેસર ડૉ. નિમેશ જી દેસાઈએ કહ્યું હતું કે, “આપણે વધારે જાગૃતિ લાવવાની જરૂર છે તથા નીતિ કાર્યક્રમના સ્તરે તમાકુ પર નિર્ભરતા પર આદર્શવાદ અપનાવવાને બદલે વ્યવહારિક અભિગમ અપનાવવાની જરૂર છે.
તમાકુનું સેવન સંપૂર્ણપણે છોડવાને બદલે ઓછું નુકસાન થાય એવા વ્યવહારિક અભિગમની હિમાયત કરીને આપણે એવી તકો શોધવાની જરૂર છે, જેના દ્વારા તમામ નીતિનિર્માતાઓ, આરોગ્ય વ્યવસાયિકો, તમાકુનું સેવન કરતાં લોકો અને સાધારણ જનતા વચ્ચે સંદેશને બહોળા પ્રમાણમાં ફેલાવી શકીએ.”
આંતરરાષ્ટ્રીય ઉપભોક્તા નીતિના નિષ્ણાત, નેશનલ લૉ યુનિવર્સિટી ઓડિશાના માનદ્ પ્રોફેસર બીજોન કુમાર મિશ્રાએ કહ્યું હતું કે,“ઉપભોક્તાઓનો ‘પસંદગી કરવાના અધિકાર’નો અસ્વીકાર ન કરી શકાય – સલામતી, શિક્ષણ, ગુણવત્તા એ કાયદો બનાવવાનો પાયો હોવો જોઈએ.
ઉપભોક્તાનો શ્રેષ્ઠ મિત્ર ધારાધોરણ અને સ્વસ્થ સ્પર્ધા છે – જેને નિયમનકારી માળખાનો ટેકો હોય, જે સુનિશ્ચિત કરે છે કે, બજાર નૈતિક અભિગમ ધરાવે અને ઉપભોક્તાઓ વિશ્વસનિય માહિતીને આધારે સુમાહિતગાર પસંદગીઓ કરી શકે.”
વિધિમાં ન્યાયના આઉટરિચ લીડ યશસ્વિની બાસુએ કહ્યું હતું કે,“જ્યારે નુકસાન ઘટાડવાની વ્યૂહરચનાઓ બનાવવામાં આવે, ત્યારે પુરાવા-આધારિત અભિગમ ઘણી દ્રષ્ટિએ ઉચિત છે. કોઈ પણ પ્રતિબંધ મૂકતો કાયદો ખરાં અર્થમાં ઉદ્દેશને પાર નહીં પાડે. જો આપણે અદાલતોની યાદીનો વિચાર કરીએ, તો તમાકુ અને/અથવા ધુમ્રપાન સાથે સંબંધિત દરેક વિલંબિત કેસ પ્રતિબંધ દૂર કરવા પડકાર ફેંકે છે.”
પોતાના કીનોટ સંબોધનમાં ઓકલેન્ડ યુનિવર્સિટીના પ્રોફેસર એમેરિટસ અને એએસએચ – એક્શન ફોર સ્મોકફ્રી ઓટીરોઆ અને લાન્સેટ એનસીડી એક્શન ગ્રૂપના ચેર રોબર્ટ બીગ્લેહોલે કહ્યું હતું કે, “ભારત પ્રગતિશીલ દેશ છે અને તેની નીતિગત વિચારણામાં ન્યૂઝીલેન્ડના કેસનો વિચાર કરી શકે છે. છેલ્લાં બે વર્ષમાં સલામત વિકલ્પોના ઉપયોગ સાથે ન્યૂઝીલેન્ડમાં પુખ્તોમાં દૈનિક ધુમ્રપાનના દરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
અમે ધુમ્રપાન-મુક્ત 2025ના અમારા લક્ષ્યાંકની નજીક હોવાનું માનીએ છીએ, જેમાં અમે ધુમ્રપાન કરતાં પુખ્ત વયના લોકોને ધુમ્રપાન છોડવા પ્રોત્સાહન આપવા કે ઓછા નુકસાનકારક ઉત્પાદનો તરફ વળવા પ્રોત્સાહન આપીએ છીએ. ધુમ્રપાન-મુક્ત પેઢીનું સર્જન કરવા કાયદા મારફતે કેટલાંક પગલાં લેવામાં આવ્યાં હોવાથી
ભારત જેવા દેશ માટે સલામત વિકલ્પોને પ્રોત્સાહન, સુલભતા અને ઉપલબ્ધતા ચાવીરૂપ છે, તો સાથે સાથે ગેરકાયદેસર વેપારના પડકારનું સફળતાપૂર્વક સમાધાન કરવું જરૂરી છે. નુકસાન ઘટાડે એવા માધ્યમો ઉપલબ્ધ થવાની સાથે નીતિનિર્માતાઓની કટિબદ્ધતા સાથે ન્યૂઝીલેન્ડ અને ભારત જેવા અન્ય દેશો તેમના તમાકુ-મુક્ત વિઝનને હાંસલ કરી શકે છે.”
એસોસિએશન ઓફ વેપર્સ ઇન્ડિયા (એવીઆઈ)ના ડિરેક્ટર સમ્રાટ ચૌધરીએ કહ્યું હતું કે, “આપણે નુકસાન ઘટાડે એવી વ્યૂહરચનાના સકારાત્મક પરિણામો વિશે નીતિનિર્માતાઓને વધારે જાગૃત કરવાની જરૂર છે. નીતિનિર્માતાઓએ દુનિયાભરના પુરાવા આધારિત પરિણામોનો વિચાર કરવાની જરૂર છે,
જેમાં તેઓ તમામ વયજૂથોમાં નુકસાન ઘટાડે એવા વિકલ્પો પ્રસ્તુત કર્યા પછી સિગારેટના સેવનમાં ઘટાડામાં વધારો જુએ છે. ઉપભોક્તાઓએ નીતિનિર્માણનો ભાગ બનવાની અને આ પ્રક્રિયામાં સામેલ થવાની જરૂર છે, આ ઉપરથી નીચે તરફનો અભિગમ ન હોઈ શકે, કારણ કે એનાથી મોટી સંખ્યામાં લોકોને મદદ મળતી નથી.”