સંપૂર્ણ લોકડાઉનના બીજા દિવસે પણ શાકભાજી ફ્રૂટનું વેચાણ
અમદાવાદ,ગુરુવારથી જ શહેરમાં દવા તથા દૂધ સિવાય કઈ પણ વેચવા પર પ્રતિબંધ છતાં બીજા દિવસે શુક્રવારે પણ શાકભાજી તથા ફ્રૂટની લારીઓ ચાલુ રહી હતી.
ગ્રાહકોનું ટોળું કરી પ્રબંધિત વસ્તુઓ વેચતાં જમાલપુર, ઈસનપુર, દરિયાપુર ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાં પણ કેસ કરવામાં આવ્યા હતા. જમાલપુરમાં તો એક બેકરી પણ ચાલુ હોવાની જાણ થતાં પોલીસે તે બંધ કરાવી કાર્યવાહી કરાઇ હતી.