Western Times News

Gujarati News

સંબંધમાં અમુક અંતર જરૂરી બની રહે છે…!

માનવી સમાજમાં રહેતો હોવાથી બીજા જાેડે કોઇ ને કોઇ સંબંધથી સંકળાયેલો હોય છે. અમુક સંબંધ જન્મજાતથી જ પોતાના કર્માનુસાર લોહીનો સંબંધ હોવાથી નવો બનાવવવો પડતો નથીં. આવા સંબંધોમાં મા-બાપ સાથે પુત્ર-પુત્રીનો, કાકા-કાકી સાથે ભત્રીજા, મામા-મામી સાથે ભાણેજ, ભાઇ-ભાઇ અથવા ભાઇ-બહેનનાં વિગેરેના નાતો ગણાતો હોય છે.

સમાજમાં રહેતા હોવાથીઅમુક લોકોને પોતાને જરૂરત પડતાં નવા સંબંધો બાંધતા હોય છે જેમ કે પતિ-પત્નિનો, ભાગીદારો, પડોશીઓ, માલિક- નોકરનાં સંબંધની ગણતરી ગણાય છે.

સમાજમાં રહેતા દરેક માનવીને એકબીજાની ડગલે ને પગલે કોઇ પણ રીતે તથા ગમે તે સમયે કામ પડતું જ હોય છે પછી ભલે નેએ કામ નાનું હોય કે મોટું, સરળ હોય કે અઘરૂં, સંબંધ બનાવવો કે વધારવો, બગાડવો કે તોડવો તે માનવીનાં પોતાના અંગત વિચારો પર નભતો હોય છે.

અમુક લોકો પોતાના સ્વાર્થ ખાતર સંબંધ બનાવીને પોતાનું કામ કઢાવી લઇને પછી સંબંધ બગાડી દેવામાં કે તોડી નાખવામાં શરમાતા પણ હોતા નથી. અમુક લોકો પોતાનું કામ ધાર્યું ન થતા અકળાઇ જતા સ્થાપિત સંબંધ બગાડી દેતા અચકાતા નથી.

કોઇ પણ સંબંધમાં અંતર રાખવાથી મીઠાશભર્યો પ્રેમ રહેવાથી સંબંધ લાંબા ગાળા સુધી જળવાઇ રહે છે. પરંતુ જ્યારે સંબંધમાં લેશમાત્ર અંતર ન રખાતા અપેક્ષા રૂપી મોજાઓ દિલમાં ઉછળતા ઉછળતા અફળાતા હોય છે અને લોકો એકબીજાની ફરજ જ છે તેમ માનીને તથા એમાં શી નવાઇ છે

તેવું સમજીને મનદુઃખ વધી જતાં સંબંધો વણસી જતાં હોય છે તથા માનહાનિ થવાનાં કિસ્સાઓ વધી જાય છે. જેમ કે શેઠ-નોકર, સાસુ-વહુ, બાપ- દીકરા, અડોશ-પડોશમાં કે પતિ-પત્નીમાં અરસ-પરસ સંબંધમાં અંતર ન રખાતા અપેક્ષા રૂપી હથિયારથી વાર કરવામાં અટકતા નથી. વડિલોએ પણ પોતાની મર્યાદામાં રહીને પરિવારનાં સભ્યોની જાેડે વર્તવાથી તેમનું માન જળવાઇ રહે છે નહિતર બાળકો વડિલને ઉતારી પાડવામાં પાછા પડતાં નથી.

સંબંધ બનાવવો કે બગાડવો સહેલો છે પરંતુ સંબંધ ટકાવવો અઘરો છે. સંબંધ ટકાવવા પોતાને પણ ત્યાગ કરવો પડતો હોય છે તથા બીજા જાેડે અનુકૂળ થવું પડે છે પણ પોતે જ સાચો છે અને બીજા પર પોતાના વિચારો ઠોકી બેસાડવાથી સંબંધમાં બંધ આવી જતા જિંદગીભરના અબોલા થઇ શકે છે.

એક જ પરિવારનાં અમુક સભ્યો બીજા લોકો જાેડે સરળતાથી હળીમળી શકે છે તો અમુક સભ્યોને બીજા જાેડે બહું નીકટ થવામાં રસ ન હોવાથી અમુક જાેડે જ નાતો રાખતા હોય છે. લોકોને કોણી જાેડે, કેવો તથા કેટલા જાેડે સંબંધ રાખવો તે વ્યક્તિના પોતાના સ્વભાવ પર જ આધાર રહેતો હોય છે.

કંજૂસ, શરમાળ, અભિમાની, ઘમંડી તથા ઓછાબોલા લોકો બહું જ જાેડે સંબંધ ટકાવી શકતા નથી. જીવન દરમિયાન માનવી કેટલા જાેડે કરતાં કોણી જાેડે તથા કેવો સંબંધ ધરાવે છે તે જ મહત્વનું ગણાય છે. ખરે સમયે જ વ્યક્તિ બીજાને મદદરૂપ બને છે તે નિઃસ્વાર્થ સંબંધી ગણાય છે. પોતાનો મોભો બતાવતા અમુક લોકો ‘હાય-હલ્લો’ કરવાવાળા હજૂરિયા જાેડે સંબંધ રાખીને બીજા પર પ્રભાવ પાડતાં હોય છે. પરંતુ ખરા સમયે તેવા હજૂરિયા દૂર જ ભાગતાં હોય છે.

‘A man in need is friend indeed’ આવા લોકો અડધી રાતે પણ પોતાના સગા-સંબંધીઓને અપેક્ષા વિના તન, મન તથા ધનથી મદદરૂપબની રહેતા હોય છે. સંબંધ સાચવવો તે અરસ-પરસના હાથમાં છે.

‘કહે શ્રેણુ આજ’
સંબંધ બાંધતા બંધાઇ ગયો, તો ટકાવી જાણો, સંબંધ જાળવતા જળવાઇ ગયો, તો મનાવી જાણો.
છે આ ભવની સગાઇ લોકો જાેડે અરસ-પરસ, થઇ જા લોકોનો લાડીલો, તો બનાવી દે સંબંધને સંસ્થાન જીવનભર, બની જા માનીતો. જર, જમીન તથા જાેરૂ, મતભેદ, અહમ્‌ તથા અહમહમિકા, બનાવટ, છેતરપીંડી, જિદ્દી, ક્રોધિત, તોછડો અને શંકાશીલ સ્વભાવ સંબંધમાં ખાઈ વધારવામાં મોટો ભાગ ભજવે છે. લોકોએ એકબીજા જાેડે વધારે પડતી નિકટતા કેળવી ન જાેઇએ જે અપેક્ષાનું મૂળ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.