સંબંધીઓ શક્તિ મોહનને બોજારૂપ માનતા હતા
મુંબઈ, શક્તિ મોહનને નાનપણથી જ ડાન્સ કરવાનો શોખ હતો, પરંતુ ક્યારેય વિચાર્યું નહોતું ક તે એક દિવસ તેમાં જ કરિયર બનાવશે અને નવી ઉડાન ભરશે. મુશ્કેલ સ્થિતિ અને લોકોના ટોણાનો સામનો કરતા શક્તિ મોહન જે રીતે આગળ વધી અને આપબળે ઓળખ બનાવી તે પ્રશંસાને પાત્ર છે. હાલ તે ડાન્સ પ્લસની છઠ્ઠી સીઝનને લઈને ચર્ચામાં છે.
રેમો ડિસૂઝા ડાન્સ પ્લસ ૬નો સુપર જજ છે, જ્યારે શક્તિ મોહન, સલમાન ખાન અને પુનિત પાઠક કેપ્ટન છે. વાતચીતમાં શક્તિ મોહને પોતાના કરિયરના સ્ટ્રગલથી લઈને ડાન્સને કરિયર તરીકે પસંદ કરવા બદલ લોકો તરફથી સાંભળવા મળેલા ટોણાં તેમજ ડાન્સ પ્લસ ૬ વિશે વાત કરી હતી.
શક્તિ મોહને જણાવ્યું કે, ડાન્સને કરિયર તરીકે પસંદ કરતા તેના સંબંધીઓએ તેના માતા-પિતાને મહેણા-ટોણા મારવાનું શરૂ કરી દીધું હતું અને ખરાબ-ખરાબ વાતો પણ કરતા હતા. ‘મારા પરિવાર અને બહેનોએ મારા ર્નિણયને સપોર્ટ આપ્યો હતો.
તેઓ ફોરવર્ડ છે. અમે આર્થિક રીતે સધ્ધર નહોતા, તેમ છતાં પરિવારે મને કહ્યું હતું કે, તું એ કર જેમાં તને ખુશી મળે છે. અમારા માટે અથવા પૈસા માટે કંઈ ન કર, તેમ શક્તિ મોહને જણાવ્યું. કોરિયોગ્રાફરે ઉમેર્યું કે ‘પરંતુ અમારા સંબંધીઓ અને આસપાસના જે લોકો હતા, તેઓ એટલા સપોર્ટિવ નહોતા. તેમને લાગતું હતું કે, આ લોકો કેમ નાચી રહ્યા છે? અમારા પરિવાર માટે આ સારું નથી.
મારા માતા-પિતાને ઘણા ટોણાં સાંભળવા પડ્યા હતા. પરંતુ તેઓ ક્યારેય અમને જણાવતા નહોતા. બાદમાં જ્યારે રિયાલિટી શો જીત્યો ત્યારે તેમણે લોકો શું કહેતા હતા તે અંગે જણાવ્યું હતું. શક્તિ મોહને આગળ કહ્યું કે, દરેક વ્યક્તિએ એ જ કામ કરવું જાેઈએ, જેમાં તેમને ખુશી મળે છે. કારણ કે, પોતાની ખુશી સૌથી વધારે જરૂરી છે.
‘ઘણા એવા માતા-પિતા હોય છે, જે પોતાના બાળકો માટે કહે છે કે અમારે તેમને ડાન્સ નથી કરાવવો. ડાન્સર કરતાં તો એન્જિનિયર બની જાય, ડોક્ટર બની જાય. હું તેમને કહું છું કે, તે પણ સારું જ છે. તેઓ પૈસા કમાઈ લેશે અથવા સમાજમાં સારું નામ થઈ જશે. પરંતુ શું તેઓ ખુશ થઈ શકશે? તમે કોઈને ખુશી લાવીને આપી શકતા નથી’. શક્તિનું માનવું છે કે, ખુશીને ક્યારેય ઓછી આંકવી જાેઈએ નહીં. સમાજને તમે શું ઉપલબ્ધ કર્યું તેના કરતાં તમારી ખુશી જરૂરી છે.SSS