સંયુકત રાષ્ટ્રમાં પાકિસ્તાન એકવાર ફરી બેનકાબ થયું
ન્યુયોર્ક, એકવાર ફરી ભારતે પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પડદો ઉઠાવ્યો છે. સંયુકત રાષ્ટ્રમાં પાકિસ્તાન મિશન તરફથી કહેવામાં આવ્યું કે ભારતે પાકિસ્તાનની વિરૂધ્ધ ભાડાના આતંકી રાખ્યા છે જેનો ભારતે ટિ્વટ પર જવાબ આપ્યો અને આ નિવેદનને હાસ્યાસ્પદ બતાવ્યો આ રીતે પાકિસ્તાને પાંચ જુઠ્ઠાણા બોલ્યા. જેનો ખુલાસો ભારતે કર્યો. ભારતીય મિશને નિવેદનમાં કહ્યું કે અમે પાકિસ્તાની મિશનના સંયુકત રાષ્ટ્રમાં આપેલા તે નિવેદનને જાેયુ છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વાતો પાકિસ્તાનના સ્થીય પ્રતિનિધિએ સંયુકત રાષ્ટ્ર પરિષદમાં કહી હતી અમે એ સમજવામાં નિષ્ફળ રહ્યાં છીએ કે પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિે પોતાના નિવેદન કયાં આપ્યું કારણ કે સુરક્ષા પરિષદ સત્ર આજે બિન સભ્યો માટે ખુલ્લુ હતું જ નહીં ભારતીય મિશને આગળ કહ્યું કે નિવેદનમાં પાકિસ્તાનના પાંચ જુઠ્ઠાણાનો ખુલાસો થયો.
પાકિસ્તાને દાવો કર્યો કે અમે દાયકાથી સરહદો પર ફેલાવવામાં આવી રહેલ આંતકવાદથી પીડિત છીએ તેના પર ભારતીય મિશને કહ્યું કે ૧૦૦ વાર દોહરાવવામાં આવેલ જુઠ્ઠાણુ સાચુ હોઇ શકે નહીં ભારતની વિરૂધ્ધ આતંકવાદ ફેલાવવાના સૌથી મોટા પ્રાયોજક હવે ભારત પર જ આતંકવાદ ફેલાવવાનો આરોપ લગાવી રહ્યાં છે. પાકિસ્તાને દાવો કર્યો કે અલકાયદાને પોતાના ક્ષેત્રથી હટાવી લેવામાં આવ્યા છે તેના પર ભારતીય મિશને કહ્યું કે કદાચ અલકાયદાને એ ખબર નથી કે ઓસામા બિન લાદેન પાકિસ્તાનમાં જ છુપાયેલો હતો અને અમેરિકી સેનાને તે પાકિસ્તાનમાં જ મળ્યો હતો.પાકિસ્તાનું ત્રીજુ જુઠ્ઠાણુ એ પકડાયુ કે પાકિસ્તાને દાવો કર્યો કે ભારતે પાકિસ્તાનની વિરૂધ્ધ ભાડાના આંતકી રાખ્યા છે તેના પર ભારત મિશને કહ્યું કે આ દાવો એવો દેશ કરી રહ્યો છે જેણે સીમા પર આંતકવાદને આશ્રય આપ્યો છે જેને દુનિયાને પીડિત કર્યું છે અને દુનિયાને પરેશાન કર્યું છે.HS