સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં ભારતીય રાજનયિકે ચીન વિરૂધ્ધ બોલવાનું શરૂ કર્યું કે માઇક બંધ થઇ ગયું
બેઈજિંગ, સંયુક્ત રાષ્ટ્રની બેઠક દરમિયાન કઈક એવું થયું કે ચીન સવાલોના ઘેરામાં આવી ગયું. વાત જાણે એમ છે કે ભારતીય રાજનયિકે ચીનના ‘બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ ‘ અને તેની મહત્વકાંક્ષી પરિયોજના સીપીઈસીનો આકરો વિરોધ કરવાનું શરૂ કર્યું. અચાનક તેમનું માઈક જ બંધ થઈ ગયું. રાજનયિક આ વિવાદાસ્પદ પ્રોજેક્ટ વિરુદ્ધ ભારતની આપત્તિઓ વિશે બોલી રહ્યા હતા. તેમના સંબોધન દરમિયાન માઈકમાં ગડબડી થવી એ એટલા માટે પણ સવાલોના ઘેરામાં આવી ગયું છે કારણ કે બેઠકની મેજબાની ચીન પોતે કરી રહ્યું હતું.
બેઈજિંગમાં આયોજિત સંયુક્ત રાષ્ટ્રની બેઠક દરમિયાન અચાનક જ માઈકમાં ગડબડી આવવાના કારણે હડબડી મચી ગઈ અને તેને ઠીક કરવામાં અનેક મિનિટ લાગી. એટલે સુધી કે આગામી વક્તાનો વીડિયો સ્ક્રિન પર શરૂ પણ થઈ ગયો. પરંતુ તેને લિયુ ઝેનમિને અટકાવ્યું જે ચીનના પૂર્વ ઉપ વિદેશમંત્રી છે. ત્યારબાદ ઝેનમિને ભારતીય રાજનયિક અને ત્યા ભારતીય દૂતાવાસમાં દ્વિતીય સચિવ પ્રિયંકા સોહનીને પોતાનું ભાષણ ચાલુ રાખવાનો આગ્રહ કર્યો.
સંમેલન કક્ષમાં માઈક સિસ્ટમ બહાલ થયા બાદ ઝેનમિને કહ્યું કે અમને ખેદ છે. અમે કેટલીક ટેક્નિકલ ખામીઓનો સામનો કરી રહ્યા હતા અને આગામી સ્પીકરનો વીડિયો શરૂ કરી દીધો. તે બદલ મને ખેદ છે. ત્યારબાદ તેમણે સોહનીને પોતાનું ભાષણ બહાલ કરવાનું કહ્યું. તેમણે સોહનીને કહ્યું કે તમે ભાગ્યશાળી છો…તમારું ફરીથી સ્વાગત છે. ત્યારબાદ ભારતીય રાજનયિકે પોતાનું ભાષણ ચાલુ રાખ્યું.
સોહનીએ કહ્યું કે અમે ભૌતિક સંપર્ક વધારવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયની આકાંક્ષા શેર કરીએ છીએ અને અમારું માનવું છે કે આ સમાન અને સંતુલિત રીતે બધા માટે વ્યાપક આર્થિક લાભ લઈને આવશે. તેમણે કહ્યું કે આ સંમેલનમાં બીઆરઆઈનો કેટલેક ઉલ્લેખ કરાયો છે. હું અહીં કહેવા માંગીશ કે જ્યાં સુધી ચીનના બીઆરઆઈની વાત છે, અમે તેનાથી અસમાન રીતે પ્રભાવિત થયા છીએ.
તથાકથિત ચીન પાકિસ્તાન આર્થિક કોરિડોર (સીપીઈસી) માં તેને સામેલ કરું ભારતના સાર્વભૌમત્વમાં હસ્તક્ષેપ કરે છે. બીઆરઆઈનો ઉદ્દેશ્ય ચીનનો પ્રભાવ વધારવો અને દક્ષિણપૂર્વ એશિયા, મધ્ય એશિયા, ખાડી વિસ્તાર, આફ્રિકા અને યુરોપને ભૂમિ અને સમુદ્રી માર્ગોના નેટવર્કથી જાેડવાનું છે.
સોહનીએ કહ્યું કે કોઈ પણ દેશ એવી કોઈ પહેલનું સમર્થન કરી શકે નહીં જે સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડિતતા પર તેની મૂળ ચિંતાઓને અવગણના કરે. સોહની અગાઉ એક પાકિસ્તાની રાજનયિકે બીઆરઆઈ અને સીપીઈસીના વખાણ કર્યા અને આ ક્ષેત્ર માટે નિર્ણાયક ગણાવ્યા. જ્યારે ભારતીય રાજનયિકના ભાષણ બાદ ચીની પરિવહન મંત્રી લી શિયોપેંગે સોહની દ્વારા કરાયેલી ટીકાનો જવાબ આપતા કહ્યું કે જ્યારે ભારતીય પ્રતિનિધિ બોલી રહ્યા હતા ત્યારે તે સમયે આવેલી ટેક્નિકલ ખામી બદલ હું માફી માંગવા માંગીશ.HS